Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના સંક્રમણ અંતર્ગત પોલીસ કર્મચારીઓની હેલ્થ માટે કેમ્પ

રાજકોટઃ કોરોના વાયરસના સંક્રમણ અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનરશ્રી ખુરશી અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી. જે.એસ. ગેડમના માર્ગદર્શન તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ.જે.વી.વાઘેલા તથા અધિકારીઓ તથા કર્મચારીઓની હેલ્થ સંબંધી કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં ટેમ્પરેચર, બી.પી.સુગર, ઓકસીજન લેવલ, પલ્સની મેડીકલ તપાસણી મેડીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. અને પોલીસ સ્ટાફના પરિવારને જરૂરી ડાયટ અને દવાઓ પ્રીવેન્ટીવ એકશનના ભાગ રૂપે વિતરણ કરવામાં આવી હતી.

(4:16 pm IST)