Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કુવાડવા રોડ ભંગારના ડેલા પાસે અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી

રાજકોટ,તા. ૨૪ : કુવાડવા રોડ પર ભંગારના ડેલા પાસે એક અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી આવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ભંગાર હાઉસ નામના ભંગારના ડેલાની સામે ત્રણ દિવસ પહેલા એક ૫૦ વર્ષના અજાણ્યા યુવાનની ફૂલાયેલી લાશ પડી હોવાની કોઇએ જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વિક્રમસિંહ સોલંકી સહિતે સ્થળ પર પહોંચી લાશને સિવિલ હોસ્પિટલમાંથી એમ માટે ખસેડાઇ હતી. તેનુ બીમારી સબબ મોત નિપજ્યુ હોવાનું ખુલ્યુ હતુ. મૃતક અજાણ્યો યુવાન મધ્યમ બાંધાનો, તેણે કોફી કલરનું પેન્ટ તથા સફેદ કલરનો શર્ટ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના વાલી વારસ હોય તો મોબાઇલ નં. ૯૫૧૦૯ ૫૦૧૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:03 pm IST)