Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ચેક રીર્ટન કેસમાં રાજકોટ રહેતા આરોપીને ૧ વર્ષની જેલ સજા ફરમાવતી નામદાર અદાલત

આરોપીએ ચેક મુજબની રકમનું વળતર એક માસમાં ચુકવી આપવું જો વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા

રાજકોટ તા. ર૪: ફરીયાદની ટુંકી વિગત એવી છે કે આ કામના ફરીયાદી હરીશભાઇ હરસુખભાઇ વિરડીયા રહે. રાજકોટવાળા જે પટેલ એન્જીનીયરીંગ નામની પેઢી પ્રોપરાઇટર દરજજે ચલાવે છે તેમજ આ કામના આરોપી જનકભાઇ રસીકભાઇ બુટાણી રહે. જેતપુર, (જી. રાજકોટ) વાળા જે બુટાણી એન્ટરપ્રાઇઝના નામે પ્રોપરાઇટર દરજજે પેઢી ચલાવે છે. આમ ફરીયાદી તથા આરોપી વચ્ચે ઘણા સમયથી વ્યાપારીક સંબંધો રહેલા હોય જેથી સદર કામના ફરીયાદીએ વ્યાપારીક સંબંધોને કારણે ફરીયાદીની માલીકીના સી.એન.સી. મશીન આરોપીને ભાડે આપેલ હતા. જે અંગેનો ભાડા કરાર બંને પક્ષકારો વચ્ચે નોટરીશ્રી સમક્ષ રાજકોટ મુકામે કરેલ. જે ભાડા કરાર અનુસાર આ કામના આરોપીએ ફરીાયદીને સી.એન.સી. મશીનના ભાડાની લેણી રકમ પેટેનો ચેક રૂ. ૧,૦૮,૦૦૦ પુરાનો આપેલ, જે ચેક રીટર્ન થતા આરોપીને ફરીયાદીના એડવોકેટ કેતન સાવલીયા મારફત લીગલ નોટીસ આપીને ચેક રીર્ટનની જાણ કરતા આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં કે હકારાત્મક અભીગમ દાખવેલ ન હોય.

આથી ફરીયાદીએ તેમના એડવોકેટ કેતન સાવલીયા મારફત રાજકોટના નામ. એડી. ચીફ જયુ. મેજી.શ્રીની કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીર્ટન થયાની ફરીયાદ દાખલ કરેલ અને નામ. કોર્ટ આરોપી વિરૂધ્ધ સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ. ત્યારબાદ સદરહું કેસ ચાલવા પર આવેલ અને આખર દલીલમાં જયારે ફરીયાદીના વકીલ શ્રી દ્વારા આરોપીને ચેક રીટર્ન કેસમાં રાહત મળી શકે નહીં, સમાજમાં ચેક રીટર્ન થવાના કેસો વધી રહેલ હોય જેથી આવા આરોપીને સબક શીખડાવવો જોઇએ, અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આરોપીએ કરેલ ગંભીર ગુન્હા સંબંધે સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ તેવી દલીલો કરીને, તે સંબંધેના વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા.

આમ, ફરીયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી આરોપી બુટાણી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જનકભાઇ રસીકભાઇ બુટાણીને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ નામદાર અદાલતે નેગો. ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ક્રિ. પ્રો. કોડની કલમ ૩પ૭(૩) અન્વયે રૂ. ૧,૦૮,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે દીન-૩૦ માં ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ છ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ નામદાર એડી. ચીફ જયુ. સાહેબની કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી હરીશભાઇ હરસુખભાઇ વિરડીયા તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના રાજયગુરૂ, કેતન જે. સાવલીયા, અમીત ગડારા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વિગેરે રોકાયેલ હતા.

(4:02 pm IST)