Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

તજજ્ઞ કમીટી સરકારનું માઉથ ઓર્ગન, રેમડેસીવરની તંગી નિવારવાને બદલે ભ્રામક પ્રચાર : ડો. હેમાંગ વસાવડા

સરકારના ચા-બીસ્કીટ ખાનારાઓ મેડીકલ સાયન્સનું સત્ય તોડી મરોડીને રજુ કરી રહ્યા છે

રાજકોટ તા. ૨૪ : સરકાર દ્વારા નિમવામાં આવેલ તજજ્ઞ કમીટી સરકારનું માઉથ ઓર્ગન બની ચુકી હોવાનો આક્રોશ જાણીતા ન્યુરો સર્જન અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ વ્યકત કરેલ છે.

એક યાદીમાં તેઓએ જણાવ્યુ છે કે સરકારના ચા-બીસ્કીટ ખાનારા તબીબો મેડીકલ સાયન્સનું સત્ય તોડી મરોડીને રજુ કરી રહ્યા છે. હાલ રેમડેસીવીર ઇન્જેકશનની ભયંકર તંગી છે. જે નિવારવાને બદલે રેમડેસીવીરની ઉપયોગીતા ન હોવાનો પ્રચાર કોના ઇશારે કરવામાં આવી રહ્યો છે? સરકારની નિષ્ફળતા ઢાંકવા આખી મેડીકલ ફેકલ્ટીને બદનામ કરવામાં આવી રહી છે.

શું ગુજરાતના ડોકટરોને કયારે રેમડેસીવીર વપરાય તે ખબર ન પડતી હોય? ગુજરાતમાં રેમડેસીવીરનો ઓવરયુઝ શાને લીધે થાય છે તેનો અભ્યાસ કોઇએ કર્યો? સરકાર દ્વારા જાહેર થતા આ઼કડા કરતા કોરોના કેસ ઘણા વધારે હોય છે. તે સત્ય સ્વીકારીને ચાલશો તો રેમડેસીવીર નો યુઝ શું છે તે સમજાશે. તેમ આક્રોશ વ્યકત કરતા ડો. હેમાંગ વસાવડાએ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:38 pm IST)