Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધારાશાસ્ત્રીઓને કોરોનાની સારવાર માટે ૩૦ હજારઃ મૃત્યુ સહાય પેટે ૧ લાખ ચુકવાશેઃ બાર કાઉન્સીલ

ધારાશાસ્ત્રીના કોરોનાનો રિપોર્ટ સહિતની વિગતો ઇ-મેલથી મોકલવીઃ છ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળી ગયેલ ઝૂમ મિટીંગઃ એડવોકેટ સામે થયેલ ખોટી ફરિયાદ સંદર્ભે રજુઆત કરાશે

રાજકોટ તા. ર૪:  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એકઝીકયુટીવ કમીટીની તાકીદની ઝુમ મીટીંગ આયોજન કરવામાં આવેલ. જેમાં બાર કાઉન્સીલઓફ ગુજરાતના ચેરમેન શ્રી હીરાભાઇ એસ. પટેલ, વાઇસ-ચેરમેન શ્રી શંકરસિંહ એસ. ગોહીલ તથા સભ્યશ્રી અનીલ સી. કેલ્લા, શ્રી સી. કે. પટેલ, શ્રી મનોજ એમ. અનડકટ અને શ્રી દિપેન કે. દવેનાઓ હાજર રહેલા જેમાં ગુજરાતમાં કોરોનાની મહામારીમાં વકીલાત કરતા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને કપરા સમયમાં આર્થીક વિકેટ પરિસ્થિતિનો સામનો કરેલ હોય જે પણ ધારાશાસ્ત્રીઓને કોરોના પોઝેટીવ આવેલ હોય અને તે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જે તે ધારાશાસ્ત્રીના કોરોનાનો રીપોર્ટની વિગતો તેમજ તેમની બેન્ક ખાતાની વિગતો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા નીયત કરેલ ઇમેલ આઇ.ડી. bcgcovidrelief2021@gmail. com પર મોકલવાની રહેશે. અને બાર કાઉન્સીલના ઇમેઇલ પર મોકલાવેલ વિગતો પરથી માંદગી સહાય પેટે રૂ. ૬૦,૦૦૦ આપવામાં આવે છે તેમાંથી હાલ તાકીદે ધારાશાસ્ત્રીના બેન્ક ખાતામાં માંદગી સહાય પેટે રૂ. ૩૦,૦૦૦ ત્વરીત RTGS દ્વારા મોકલવામાં આવશે.

વધુમાં જે ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટસ વેલ્ફેર ફંડના સભ્ય હોય અને કોરોના મહામારીના કારણે જે તે ધારાશાસ્ત્રી મૃત્યુ પામેલ હોય તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા નીયત કરેલ ઇમેલ આઇ.ડી. પર ડેથ સર્ટીફીકેટ અને બેન્ક ખાતાની વિગતો મોકલવાની રહેશે અને જે તે બાર એશોસિએશનના સભ્ય હોવા અંગેનો ભલામણ પત્ર મોકલવાનો રહેશે અને તે સંજોગોમાં તેમના વારસદારોને મળવાપત્ર રકમમાં રૂ. ૧૦૦૦૦૦ ત્વરીત  RTGS દ્વારા મોકલવામાં આવશે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ૪પ વર્ષ સસુધીના લોકો માટે વેકશીનેશન પ્રક્રિયા શરૂ કરેલ છે તે આવકાર દાયક છે. તે સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતી એકઝીકયુ઼ટીવ કમીટીની મીટીંગમાં નિર્ણય લેવામાં આવેલ છે કે જે ધારાશાસ્ત્રીઓની ઉંમર ૪પ વર્ષથી ઓછી હોય તેઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સરકારશ્રી દ્વારા જે વેકસીનની કિંમત નકકી કરવામાં આવશે તેની પ૦% રકમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ભોગવવામાં આવશે અને બાકીના પ૦% રકમ જે ધારાશાસ્ત્રીઓ જે તે બાર એશોસિએશનના સભ્ય હોય તે બાર એશોસિએશનને ચુકવવા વિનંતી કરાઇ છે.

વધુમાં ગઇ તારીખ ૧૩-૪-ર૦ર૧ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં એડવોકેટશ્રી રજનીકાંત મનસુખભાઇ પાચાણીને માર મારવામાં આવેલ અને ખોટી રીતે તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવેલ. જેને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તે સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાકીદે કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ડી.જી.પી. ગાંધીનગર અને પોલીસ કમિશ્નરશ્રી સુરતનાઓને લેખીતમાં પત્ર લખી તાકીદે પગલા લેવા માટે અને આ બાબતમાં કાર્યવાહી કરવા માટે લેખીતમાં રજુઆત કરવામાં આવશે.

(3:34 pm IST)