Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મવડી પ્લોટ વિસ્તાર શનિ-રવિ સંપૂર્ણ બંધ : વેપારી એસો.નો પ્રેરક નિર્ણય

રાજકોટ : કોરોના સંક્રમણની ચેઇન તોડવા મવડી પ્લોટ વેપારી એસોસીએશન દ્વારા તા. ૨૪ અને ૨૫ એમ શનિ-રવિ સંપૂર્ણ બંધ પાડવા નિર્ણય લેવાયો છે. ગયા સપ્તાહમાં રવિવારે બંધ પાડેલ અને જે સહકાર મળેલ તેવો જ સહકાર આ શનિ-રવિમાં પણ મળે અને સૌ નૈતિક જવાબદારી સમજી બંધ સફળ બનાવે તેવી મવડી પ્લોટ વેપારી એસોસીએશનના વૈભવભાઇ રાજુભાઇ બોરીચા- જયોતિ ગ્રુપ, જયસુખભાઇ ચાંગાણી - રાધીકા સ્ટીલ સેન્ટર, મહેશભાઇ સાવલીયા - શિવશકિત ગ્રુપ, નરશીભાઇ કાકડીયા - અમૃત સ્ટીલ, જમનભાઇ મીસ્ત્રી - ચામુંડા હાર્ડવેર, કીશનભાઇ સોરઠીયા એડવોકેટ, મુકેશભાઇ નારીયા - બાલકૃષ્ણ મંડપ દ્વારા વિનંતી કરાઇ છે. મવડી રોડ અને ૧૫૦ ફુટ રીંગરોડ વિસ્તારમાં રીક્ષા ફેરવીને બે દિવસ લોકડાઉનની સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે લોકોના આરોગ્યની સુખાકારી માટે આ વિસ્તાર સંપૂર્ણ બંધ પાડે તેવી અંતમાં અપીલ કરાઇ છે. આજે શનિવારે મવડી વિસ્તારની સુમસામ બજારો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:33 pm IST)