Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાથી લોકો હવે ડરવા લાગ્યાઃ ભર બપોરે યાજ્ઞિક રોડ સૂમસામ

રાજકોટ : કોરોનાએ રાજકોટમાં હાહાકાર મચાવ્યો. ઇન્જેકશન, બેડ, ઓકસીજનની ભારે અછત ઉભી કરી દિધી હતી. લોકો ટપોટપ મરી રહ્યા છે, પરંતુ આમ છતાં લોકો માસ્ક વગર અને ટોળામાં બેધડક ફરી રહ્યા હતા, પરંતુ આજે બજારમાં જોતા એવુ લાગ્યું કે લોકો હવે કોરોનાથી ડરવા લાગ્યા છે, આજે રજાનો દિવસ છે, તેની થોડી ઇફેકટ ગણીએ તો પણ લોકોને બીક છે, જો કોરોના થયો તો રામભરોસે બની જઇશું. ભગવાન સિવાય કોઇ આપણો હાથ નહિ ઝાલે કામ વગર બહાર નથી નીકળવું. 'અકિલા'ના ફોટોગ્રાફર પીન્ટુએ આજે આવુ જ કંઇક કલીક કર્યુ છે, રાજકોટની શાન-ગણાતો યાજ્ઞિક રોડ ભર બપોરે ૧૧.૩૦ થી ૧ર વચ્ચે સૂમસામ ભાંસતો હતો, જુઓ તસ્વીર. માત્ર એક ગાડી અને ર થી ૩ સ્કુટર ચાલકો જતા નજરે પડે છે. જાણે સ્વયંભુ લોકડાઉન હોય તેમ જણાય છે. લાગે છે હવે કોરોનાની ચેઇન તૂટશે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)