Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભક્તિનગર પોલીસ નો સપાટો : કેફી દ્રવ્ય પીધેલી સ્થિતિમાં મોટર સાયકલ ચલાવતા ૨ ઇસમોને પકડી પડ્યા

પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાય

રાજકોટ : ભક્તિ નગર પોલીસે આજ સપાટો બોલાવ્યો હતો. કેફી દ્રવ્ય પીધેલી હાલતમાં બાઇક લઈને નીકળેલા બે ઇસમોને પકડી પડ્યા હતા આને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરાઈ હતી..

આ અંગે વધુ વિગતો જોઈએ તો રાજકોટ શહેર પો.કમી.  મનોજ અગ્રવાલ  તથા જોઇન્ટ પો.કમી. સા.  ખુરશીદ એહમદ  તથા ડી.સી.પી. ઝોન-૧  પ્રવિણકુમાર  તથા એ.સી.પી.  એચ.એલ.રાઠોડ  પૂર્વ વિભાગ ના માર્ગદર્શન હેઠળ નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણમાં તીવ્ર વધારો થયેલ હોય જેમને અટકાવવા સારૂ રાત્રી દરમ્યાન કર્ફયુ જાહેર થયેલ હોય જેમાં કર્ફયુ ભંગ કરતા ઇસમો તથા અન્ય કોઇ અનીચ્છીય બનાવ બનવા ન પામે તે સારૂ સઘન પેટ્રોલીંગમાં રહેવા તથા કડક વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમો પ્રોલીસ ઇન્સપેકટર જૈડડઝાભો ના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ સ્ટાફ દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા.૨૩/૦૪/૨૦૨૧ ના રોજ વાહન ચેકીંગ દરમ્યાન બે ઇસમો અલગ-અલગ મોટર સાયકલ ચલાવી કેફી પ્રવાહી પી જાહેરમાં નીકળી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી દિપક આનંદભાઈ ચાવડા ઉ. વ. ૪૦ રહે નવા થોરળા ગોકુલ પરા શેરી ન. 5 અને અન્ય એક આરોપી સુરેશ હમીરભાઈ જાદવ ઉ. વ ૩૪ રહે. આંબેડકર નગર મેઈન રોડ નવા થોરળા રાજકોટ ને પકડેલ છે

આ કામગીરીમાં એએસ.આઇ. ફીરોજભાઇ શેખ, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શીરોડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા તથા ટ્રાફીક બ્રાન્ચના પો.કોન્સ. વિનોદભાઇ પરમાર , ચંદ્રપાલભાઇ બરાળીયા રોકાયેલ હતા.

(11:40 pm IST)