Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કયા વિસ્તારમાં શું થયું? માસ્તરે 'ગણિત' માંડ્યું

સુધરાઇ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી રાજકોટ લોકસભા બેકના પ્રભારી હતાં. ખાસ કિસ્સામાં તેમને જામનગર બેઠક પરથી રાજકોટ બેઠક માટે નિમવામાં આવ્યા હતાં. ત્યારે સફળતાપૂર્વક રાજકિય સુકાન સંભાળીને મતદાનના દિવસે સતત કાર્યરત રહ્યા બાદ હવે લોકસભા બેઠકમાં કયાંથી કેટલી લીડ મળશે? કેટલા મતોથી જીતશું? તેનું ગણિત માંડીને બેઠેલા 'માસ્તર' નજરે પડે છે. બાજુમાં ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી અને અનિલભાઇ પારેખ જોઇ શકાય છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)
  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST

  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST