Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આરામ હરામ હૈઃ મોહન કુંડારીયા પરીણામના સચોટ અંદાજ માટે હજુ પણ વ્યસ્ત

રાજકોટ લોકસભા બેઠકના સાંસદ અને ફરી સાંસદ બનવા માટે દિવસ રાત સતત દોડધામ કરનાર ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા ગત મોડી રાત્રી સુધી શું થશે ? તેના માટે કાર્યરત રહ્યા બાદ આજે સવારથી જ ચુંટણી કાર્યાલય ખાતે મતદાનના આંકડા અને પરીણામ માટે સાચો અંદાજ કાઢવામાં વ્યસ્ત નજરે પડી રહ્યા છે. મોહનભાઇ ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે મતદાનના દિવસે પક્ષ તથા કાર્યકર્તાઓની કામગીરી કેવી રહી, કયા ગામમાં કેટલું મતદાન અને તેમાંથી પોતાને કેટલા મત મળશે તેનો ''તાળો'' મેળવવામાં મશગુલ બન્યા હતા. એક અચ્છા રાજકારણીની છાપ ધરાવતા મોહનલાલ સાચો ''હિસાબ'' કરી રહ્યા છે. તેમનો અંદાજ છે કે વાંકાનેર, પડધરી-ટંકારા અને રાજકોટમાં ભાજપ તરફી સારૃં મતદાન થયું છે.

(4:04 pm IST)