Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

હવે થોડી નિરાંત થઈઃ ભાજપ મિડીયાના અગ્રણીઓ હવે હળવાશ અનુભવે છે

રાજકોટઃ ભાજપ મિડીયા સેલના પ્રદેશ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા (મો.૯૯૨૪૨ ૦૯૧૯૧) અને ભાજપના સૌરાષ્ટ્ર- કચ્છના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) સતત લાંબા સમયની ચૂંટણીલક્ષી દોડધામમાંથી હળવાફૂલ થઈ આજે રાજકોટના અખબારી જગતના આંગણે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અકિલા સાથેની વાતચીતમાં તેમણે અખબારોના સકારાત્મક સહકાર બદલ અને આ ચૂંટણી નિર્વિધ્ને શાંતિથી પસાર થઈ તે બદલ સહુ કોઈનો આભાર માન્યો હતો. તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ભાજપ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા અને ભાજપના સૌરાષ્ટ્ર- કચ્છના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)
  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST

  • લાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST