Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભગંદરની અત્યાધુનિક સારવાર અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં માહીતી આપતા ડો. આશિષ ગણાત્રા

કોમ્પલેક્ષ ફિસ્ચ્યુલામાં ''પ્લગ'' દ્વારા સારવાર કરતા સર્વોતમ હોસ્પીટલના ડો. જસાણી

રાજકોટ તા ૨૪  :  રાજકોટ સૌરાષ્ટ્રના નામાંકિત ખ્યાતનામ સર્જન ડો. આશિષ અનંતરાય ગણાત્રા, જેમની આધુનિક હોસ્પીટલ '' સર્વોત્તમ સર્જીકલ હોસ્પીટલ'' કાલાવડ રોડ, પર માતૃમંદિર સ્કુલ પાસે આવેલ છે. એમની યશકલગીમાં અનેક પીછાઓ ઉમેરાતા જાય છે. ગઇ માર્ચ '૧૯ માં એમને ''ઇન્ટર નેશનલ સોસાયટી ઓફ કોલોપ્રોકટોલોજીની વર્લ્ડ કોન. ૨૦૧૯'' માં ભગંદરની અત્યાધુનિક સારવાર માટેની પરીચર્ચામાં ભાગ લેવા આમંત્રીત કરવામાં આવેલ, જયાં એમણે એમના બહોળા અનુભવનો સુસંગત નીચોડ ત્યાં દેશહ-વિદેશથી એકત્ર થયેલ સર્જનોને આપી વિવિધ કોમપ્લેક્ષ ફિસ્ચ્યુલા (જટીલ ભગંદર) માં પ્લગ દ્વારા કેવી સરળતાથી સારવાર થઇ શકે અને આ સારવારમાં એમના જે આંતરરાષ્ટ્રીય સ્ત્તરે સહુથી વધુ કેસો સાથે મોખરે છે. સહુથી વધુ સકસેસ (૯૦% થી પણ વધારે) વિષે ચર્ચા કરેલ. આ જ્ઞાનનો લાભ ત્યાંએકત્રિત થયેલ ૪૦૦ થી પણ વધુ આ વિષયના નિષ્ણાંત સર્જનોએ લીધેલ, અને વખાણ કરેલ. આ સાથે આગામી ૨૦૨૦ ની વર્લ્ડકોન. માટે પણ એમને આમંત્રણ પાઠવેલ છે

આ સિવાય એમણે હાલમા જ (૪-પ એપ્રિલે) દિલ્હીમાં સર ગંગારામ હોસ્પીટલ ખાતે યોજાયેલ એસોસીએશન ઓફ કોલોરેકટલ સર્જન્સ ઓફ ઇન્ડિયાના ફેલોશીપ ભગંદરની નવીનત્તમ અને અત્યાધુનિક સારવાર વિષે દેશ-વિદેશથી આવેલ સર્જનોને લેકચર આપેલ

એસોસિયેશનની વાર્ષિક કોન્ફરન્સમાં પણ દર વર્ષે ડો. આશિષ ગણાત્રાને ભગંદરની પ્લગ દ્વારા સારવાર પર ફેકલ્ટી તરીકે આમંત્રણ પાઠવવામાં આવે છે. હરસ અને ભગંદર એ એવા જટીલ રોગો છે કે, દર્દીઓ આ રોગ માટે જલદી ઓપરેશન માટે તૈયાર નથી થતાં, કારણકે ઓપરેશન પછી લાંબો સમય ડ્રેસીંગ કરવા પડે અને દુઃખાવો થાય અને કયારેક તો ઝાડાનો કંટ્રોલ જવાની પણ બીક રહે છે. આવા જટીલ ઓપરેશનો વખતે ઘણીવાર સર્જન માટે પણ મુંઝવણ થાય એવી પરિસ્થિતી હોય છે. આ બધા કેસમાં ડો. આશિષ ગણાત્રા તેમની નવીનત્તમ આધુનિક પધ્ધતીથી કાપકુપ કર્યા વગર દર્દીને તરત સાજા થઇ જવાય અને કોઇપણ ડ્રેસીંગ ના કરવા પડે સાથે સૌથી સારી વાત કે ઝાડાનો કંટ્રોલ ના જાય, એની ગેરંટી સાથે જે ઓપરેશનો સારા રીઝલ્ટ સાથે વિકસાવ્યા છે, એના લીધે એમની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઇ રહી છે. આવા ઓપરેશનો દર્દીઓ માટેખૂબ જ આરામદાયક અને  ચિંતા રહીત રહે છે.

જોકે આમાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ થતો હોવાથી અમુક ખર્ચ અવશ્યપણે થાય છે, અને એ ખર્ચને પહોંચી વળવા ડો. આશીષ ગણાત્રાએ પોતાના ચાર્જ સામાન્ય રાખેલ છે, જેે બીજા મોટા શહેરોમાં સાદી પધ્ધતીથી થતા ચાર્જ કરતા પણ ઘણાં ઓછા હોય છે. આ સિવાય  દર્દીનારાયણના  લાભાર્થે આવા ઓછા ચાર્જમાં પણ લગભગ ૩૫-૫૦% જેવી રાહત મળી રહે એ માટે એમણે શનિવારે '' ચેરિટી ડે'' રાખી નજીવી તપાસ ફી (રૂ૧૦૦) રાખી દરેક દર્દીને આવા અત્યંત આધુનિક ઓપરેશનો (એમાંથી અમુક માટે તો  વિદેશથી પણ દર્દીઓ એમની પાસે ઓપરેશન કરાવવા આવે છે) અત્યંત નજીવા દરે આપણા દેશવાસીઓને મળી રહે એ આશયથી સેવા આપી રહયા છે.

(3:58 pm IST)