Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મોટલ ધ વિલેજ પરિવાર દ્વારા સ્વ. કાકુભાઇની પૂણ્યતીથીએ મહારકતદાન શીબીર

રાજકોટ : કાલાવડ રોડ ઉપર નૈસર્ગીક વાતાવરણથી ભરપુર એવા 'મોટલ ધ વિલેજ' હોલી ડે રીસોર્ટ ખાતે સ્થાપક સ્વ. કાકુભાઇ પોપટની ૭ મી પૂણ્યતીથી નિમિતે શ્રધ્ધા સુમન અર્થે એમ.ટી.વી. પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. પરિવારજનો અને સહેલાણીઓએ ઉત્સાહભેર મતદાન કરી ૫૧ યુનિટ રકત એકત્રીત કરી સમાજ સેવાનું સરાહનીય કાર્ય કર્યુ હતુ. રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના સહકારથી યોજાયેલ આ રકતદાન કેમ્પને સફળ બનાવવા બ્લડ બેંકના ભટ્ટભાઇ, મેડીકલ ટીમના સભ્યો, આર.વી.બી.બી. પરિવાર તેમજ એમ.ટી.વી. પરિવારના રચિત સર્વશ્રી હિતેશભાઇ પોપટ, બાબુભાઇ (જી.એમ.), તરંગ જોષીપુરા તેમજ સમગ્ર એમ.ટી.વી. (મો.૯૭૧૨૭ ૮૩૩૩૩) ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)