Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આપણે એકઠા થઇએ છીએ, એક નથી થઇ શકતા : પૂ.સંત નીર્મળ સ્વામી

રાજકોટ તા ૨૪ :  માનવ જાતે પોતાની સંવેદના ગુમાવી છે, ત્યારે ધર્મ ફરજ અને પ્રતિબદ્રતાની ઇમારત પર ઉભુ છે.

આ  અમૃતવાણી વીછીંયા ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતી સમુહલગ્ન વેળાએ સમઢીયાળા-૧ ''યોગીધામ'' ના યુગ દીવાકર સંત પૂ. નીર્મળ સ્વામીએ પીરસી હતી. તેમણે કહ્યું હતું કે દયા વિનાની આંખ સેવા વિનાના હાથ અને દાન વિનાનું કાર્ય નીર્થક છે. સાથો સાથ મનુષ્યનું આચરણ, સ્મરણ પવિત્ર રાખવાની શિખ આપી હતી. ટચલી આંગળી પર ભરોસો હોય તોં ગોવર્ધન ઉંચકાય, પરંતુ મોબાઇલના  વિશ્વાસએ આંગળી ફેરવી જીંદગી ન જીવાય,જીવ જીભથી નહીં પણ જીવતરથી ભકિત કરે આડંબર ને ઉથલાવે એ જ યુવાની સાચી.

યુગ દીવાકર સંત પૂ. નીર્મળ સ્વામીએ અંતમાં જણાવ્યું કે, મનુષ્યના બહારના અને અંદરનાં મનનું એૈકય ન હોય ત્યારે દુઃખી કરતી પરિસ્થિતીઓનું નિર્માણ થાય છે. કૃપાળુના સ્મરણથી તૃપ્ત થવાશે. ધ્યાન કરવાવાળો મનુષ્ય કાયરતાને ત્યાગે, કારણ કે ગીતાજીમાં કહ્યુ  ં છે અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતી પરામ મતિ ।  સમુહ લગ્નના અનેકાનેક સાધુ મહંતો દાત્તાઓ એ અનુદાનની ઝડી વરસાવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો એ ખાસ હાજર રહી સામુહીક મહા પ્રસાદ વ્યાખ્યાનનો લાભ લીધેલ.

(3:57 pm IST)
  • ચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST