Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કાલે કલેકટર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને રીપોર્ટ આપશેઃ મતદાન સ્લીપ-સ્વીપ-ઓછુ મતદાન મુખ્ય મુદ્દા

સ્વીપના ઢગલાબંધ કાર્યક્રમો થયાઃ લાખો રૂ. ખચાર્યા છતા ગયા વખત કરતા ઓછુ મતદાન... : સેંકડો-હજારોને મતદાન સ્લીપ ન પહોંચી તે અંગે કોણ જવાબદારઃ ઉઠેલો સવાલ

રાજકોટ તા. ર૪ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઇ હવે રાજકોટ કલેેકટર ડો. રાહુલગૂપ્તા રાજ્યના મૂખ્ય ચૂંટણી અધિકારી શ્રી મૂરલીક્રિષ્ણનન સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. કાલે કલેકટર તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ગાંધીનગર જઇ શકે છે. અથવા તો તેમના કોઇ સ્પેશીયલ અધિકારી રીપોર્ટ સબમીટ કરશે.

કલેકટર દ્વારા અપાનાર શાંતિપૂર્ણ મતદાન વિધાનસભા વાઇઝ મતદાન ટકાવરી, કયાં વધૂ, કયાં ઓછુ મતદાન, મતદાન સ્લીપો સેંકડો હજારોને ન પહોંચી, સ્વીપના ઢગલાબંધ કાર્યક્રમો થયા, લાખો રૂ. ખચાર્યા છતા ગયા વખત કરતા ઓછુ મતદાન થયું વિગેરે અનેક મૂખ્ય મૂદ રહેશેે.

ખાસ કરીને મતદાન સ્લીપ ન પહોંચી તે અંગે જવાબદાર કોણ તે પ્રશ્ન થઇ પડયો છે, આ બાબતે સવાલો ઉઠયા છે, બીએલઓ દ્વારા જે રીતે ગેરજવાબદાર કામગીરી કરાઇ અને તેમના ખૂલાસા પણ નથી પૂછયા તે અંગે પણ સવાલો ઉઠયા છે.

(3:56 pm IST)