Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બે દિ' મુસાફરો રઝળ્યા બાદ કાલે રાત્રે ૧ વાગ્યાથી તમામ એસટી બસો રાબેતા મુજબ

રાજકોટ ડેપોમાં ગરીબ ફેરીયાઓને હટાવાતા દેકારોઃ મુસાફરોમાં કચવાટ

રાજકોટ તા. ર૪ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સંદર્ભે અને અન્ય મોરબી-સુરેન્દ્રનગર જીલ્લા સહિત માટે રાજકોટ ડિવીઝન પાસેથી રર૦ એસટી બસો ભાડે લેવાઇ હતી, પરિણામે રાજકોટ એસટીની રપ૦ થી ૩૦૦ રૂટો બંધ થઇ ગયા હતા, રર-ર૩ બે દિવસ હજારો મૂસાફરો રખડી પડયા હતા, હેરાન-પરેશાન થઇ ગયા હતા, ફરજીયાત ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો.

દરમિયાન આજે ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા''ને ઉમેર્યું હતું કે, તમામ બસો ગઇકાલે મોડી રાત્રે ૧ર થી ૧ ની વચ્ચે પરત ફરી છે, અને આજ સવારથી દરેક રૂટો ઉપર એસટી બસો રાબેતા મુજબ દોડી રહી છે.

દરમિયાન રાજકોટ એસટી ડેપોમાં એક સાઇડ બેસતા ગરીબ ફેરીયાઓને ડેપોના જવાબદાર અધિકારીઓએ હટાવતા અને કાઢી મૂકતા દેકારો બોલી ગયો છે, મૂસાફરોમાં પ્રચંડ રોષ પ્રર્વતી રહ્યો છે, ડીસીપી જેઠવા સુધી ફરિયાદો થયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:55 pm IST)