Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રવિવારે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી બેડમીન્ટન અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ

લોહાણા યુવક પ્રગતી મંડળ રાજકોટના ઉપક્રમે

રાજકોટ, તા., ર૪: લોહાણા યુવક પ્રગતી મંડળ દ્વારા તા.ર૮ ના રવિવારે સવારે ૯ વાગ્યાથી સાંજ સુધી ઇન્ડોર સ્ટેડીયમ રેસકોર્ષ ખાતે  ઓપન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ-રઘુવંશી બેડમીન્ટન અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ ર૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે.

ઇનામો-ટ્રોફી વગેરે પી. પ્રભુદાસ એન્ડ કાુ. નર્મદાબેન પ્રભુદાસ દક્ષીણી મેમોરીયલ ટ્રસ્ટના સૌજન્યથી અપાશે. ખેલાડીઓ માટે ચા-નાસ્તો-ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.

ટેબલ ટેનીસ તથા બેડમીન્ટન ટુર્નામેન્ટ વિવિધ કેટેગરીમાં યોજાશે. જેમાં કોઇ પણ રઘુવંશી ભાઇઓ-બહેનો-સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ભાગ લઇ  શકશે. ભાગ લેવા માટે લોહાણા યુવક પ્રગતી મંડળ સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી બિલ્ડીંગ કોટક શેરી રાજકોટનો દરરોજ સાંજે ૭ થી ૯.૩૦ (ફોનઃ૦ર૮૧ રર૩૪૭૧૪)દરમિયાન આઇડી પ્રુફ સાથે સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટના ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રશાંતભાઇ ખાલપાડા, જયેશભાઇ કોટક, વિરેન્દ્રભાઇ ચોલેરા પાસેથી પણ ફોર્મ મળી શકશે. લોહાણા યુવક પ્રગતી મંડળના હોદેદારો યોગેશ જસાણી, ડો.નીતીન રાડીયા, હિતેશ પોપટ, પ્રકાશ સુચક, પરેશ તન્ના, જીમ્મી દક્ષિણી, મનસુખ કોટેચા,  અલ્પેશ માનસાતા, અજય ઠકરાર, અશોક હિન્ડોચા, પાર્થ જસાણી તથા સંજય કક્કડ, પ્રકાશ ઠક્કર, ભુપેન્દ્ર કોટક, મીત રાચ્છ, પિયુષ હિન્ડોચા તથા સર્વ કારોબારી સભ્યો પાસે પણ એન્ટ્રી કરાવી શકાશે.

(3:46 pm IST)