Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

શનિવારે વડીલો માટે સંગીત સંધ્યા

ઋત્વીજ પંડયા જુના ગીતો પીરસશેઃ સિનિયર સીટીઝનો માટે કાર્યક્રમ

રાજકોટઃ  તા.૨૪, મોહમ્મદ રફી ફેન કલબ (જુ.), રાજકોટ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સંગીત પ્રેમી જનતાને નવા-જુના ફિલ્મી ગીતોનો લાઈવ પ્રોગ્રામ પીરસી રહ્યું છે. જેનાં મુખ્ય આયોજક શ્રી પરેશભાઈ દેસાઈ તથા પ્રોગ્રામ ડિઝાઈનર શ્રી વરૂણ દેસાઈ દ્વારા આગામી તા. ર૭  ને શનિવારના રોજ સાંજના ૫: ૩૦ કલાકે ઈવનીંગ પોસ્ટ જીલ્લા બેંક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં મુખ્ય કલાકારોમાં શ્રી ઋત્વીજ પંડયા વોઈસ ઓફ રફી હાલ અમદાવાદથી ઉપસ્થિત રહી ૨૨ થી ૨૫ જેટલા ગીતોની રમઝટ બોલાવશે, જેમાં મુખ્ય ગીત, યે દિલ તુમ બીન લગતા નહીં, યે પરબતો કે દાયરે, ખુદાભી આસમાન સે, બડે બેવફા હૈ યે હરનવાલે, રાધિકા તુને બંસરી બજાઈ જેવા ગીતો રજુ કરશે. અન્ય કલાકારોમાં દિપાબેન ચાવડા, વોઈસ ઓફ લતા-આશા, શ્રી પરેશ દેસાઈ વોઈસ ઓફ રફી ગીતો સંભળાવી સંગીત પ્રેમીઓને ડોલાવશે. મુખ્ય ઉદ્દદ્યોષક એંકર તરીકે નામાંકિત શ્રી બિપીનભાઈ જીવાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે.

 આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી મનોહરસિંહજી જાડેજા   (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલિસ ઝોન-૨), તેમજ શ્રી કિશોરસિંહ જેઠવા, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી જયપાલસિંહ ઝાલા, શ્રી નટુભાઈ રાઠોડ (ઈવનીંગ પોસ્ટ), શ્રી જયેશભાઈ ઉપાધ્યાય  શ્રી ઘનશ્યામભાઈ રાવલ (સૂરમંદિર), શ્રી લલિતભાઈ ત્રિવેદી, શ્રી એચ.પી. પટેલ, શ્રી એચ.કે, લીયા (વોઈસ ઓફ મુકેશ), શ્રી પ્રદ્યુમન જોષીપુરા (હાસ્ય લેખક) ઉપસ્થિત રહેનાર છે. 

 લાઈવ કાર્યક્રમના કિબોર્ડ પલેયર શ્રી તૃષાર ગોસાઈ, તબલા શ્રી  દિલીપકાકા, ઓકટોપેડ શ્રી લલિત ચાવડા, સાઈડ રિધમ પ્રકાશ વાગડીયા તથા સાઉન્ડ હારૂનભાઈ દ્વારા સેવા આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી વરૂણ દેસાઈ, શ્રી કિશોરસિંહ જેઠવા, શ્રી બિપીનભાઈ જીવાણી, શ્રી ઈશાનભાઈ ઠાકર જહેમત ઉઠાવી રહેલા છે.  વધુ વિગત માટે શ્રી વરૂણ દેસાઈ મો. ૭૬૯૮૪ ૫૧૮૬૫/ ૯૯૨૫૮ ૭૫૪૮૯ સંપર્ક કરી  શકાય છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહમદરફી ફેન કલબ જુનીયરના સભ્યો સર્વેશ્રી પરેશભાઇ દેસાઇ, કિશોરસિંહ જેઠવા, બીપીન જીવાણી, વરૂણ દેસાઇ અને ઇશાન ઠાકર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:46 pm IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST