Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રવિવારે રાજકોટમાં ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્ના. : નામ નોંધણી શરૂ

રાજકોટ તા ૨૪ :  આંતરરાષ્ટ્રીય સ્ત્તરે ખ્યાતિ પામેલ ૩૨ મોહરાથી રમાતી રમત ''શતરંજ''  માટે સૌરાષ્ટ્ર ખેલાડીઓને સારૂ પ્લેટફોર્મ મળેતે હેતુથી તા. ૨૮ ના શતરંજ હરીફાઇનું આયોજન '' માનવ મંદિર'' પ્લેટિનમ હોટેલ તથા એસ.બી.આઇ. બેન્કની બાજુમા, હોસ્પિટલ ચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં ભાગ લેનારે તા. ૨૮ ના સવારે ૮.૩૦ કલાકે રીપોર્ટ કરવાનો રહેશે. પ્રથમ રાઉન્ડ શાર્પ ૯ કલાકે શરૂ કરવામાં આવશે, કુલ છ રાઉન્ડ રહેશે. ભાગ લેનાર દરેક સ્પર્ધક ને સર્ટિફીકેટ તથા વિજેતાઓને રોકડ પુરષ્કાર (ઓપન, રેટિંગ ૦ થી ૧૬૯૯, રેટિંગ ૦ થી ૧૨૯૯ તથા અંડર ૧૩ વર્ષ)  ૪ કેટેગરીમાં આપવામાં આવશે.

સ્પર્ધકે ચેસ બોર્ડ તથા ચેસ કલોક (શકય હોય તો) સાથે લઇ આવવાનું રહેશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા. ૨૭ શનિવાર સુધી માં પોતાનું નામ, ઉંમર તથા રેટિંગ  ૮૮૪૯૦૦૮૭૫૦ ઉપર વોટ્સઅપ્પ કરવાનું રહેશે. તેમજ માનવ મંદિર (ટુર્નામેન્ટ સ્થળ) અથવા ગેસફોર્ડ ચેસ કલબ, કીરીટ પાન, જોયાલુકાસ શો રૂમ સામે યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે પણ નામ નોંધાવી શકે છે.

સમગ્ર ચેસ ટુર્નામેન્ટને સફળ બનાવવા માનવ મંદિર, હોમીઓ કિલનીક ના ફાઉન્ડર ડો. મુકેશ ભટ્ટ, વન્ડર ચેસ કલબના ફાઉન્ડર ગોૈરવ ત્રિવેદી, સેક્રેટરી અભય કામદાર, ગેસફોર્ડ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, દિપકભાઇ જાની જહેમત ઉઠાવી રહેલ છે.

(3:45 pm IST)