Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સગીરાઉપરના દુષ્કર્મના ગુન્હામાં કોર્ટ કર્મચારીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા ૨૪ :  અત્રે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવા અંગે પકડાયેલ કોર્ટના કર્મચારી  વિજય નટવરલાલ  ટાંકે માનવતાના ધોરણે વચગાળાના જામીન મેળવવા કરેલ અરજીને સેશન્સ અદાલતે રદ કરી હતી.

રાજકોટ શહેર મહિલા પો. સ્ટેશનમાં નોંધાવેલ દુષ્કર્મની ફરીયાદના આરોપી કે જે રાજકોટ સિવીલ કોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેના પર દુષ્કર્મની ફરીયાદ થયેલ, છેલ્લા ઘણા વર્ષોથી આરોપી વિજય નટવરલાલ ટાંક જીલ્લા જેઇલ રાજકોટ ખાતે કાચા કામના આરોપી તરીકે જયુડીશ્યલ કસ્ટડીમાં છે.

આરોપી વિજય નટવરલાલ ટાંકે પોતાની પત્ની ની સારવાર કરાવવા માટે તથા પોતાના પુત્રનું વેવીશાળ કરવા માટે સેશન્સ જજ સમક્ષ માનવતા ધોરણે દિવસ ૨૮ ના જામીન મેળવવા અરજી કરતા, સદરહુ કેઇસ ચલાવનાર સ્પેશીયલ સરકારી વકીલે આરોપી વિજય નટવરલાલનો જેલનો રેકોર્ડ મંગાવતા તેમના પત્ની તેમને મળવા ગયેલા ન હોવા છતાં પોતાના પત્નીએ તેમને બિમારીની વાત કરેલ હોવાનું ખોટું કારણ બતાવી જામીન મેળવવા અરજી કરેલ હોવાનું જણાય આવેલ, તેમજ આરોપી વિરૂધ્ધ ચાલતા કેઇસનો પુરાવો નાજુક તબક્કામાં હોવાથી સેશન્સ જજે આરોપી વિજય નટવરલાલ ટાંકની માનવતા ના ધોરણે જામીન મળવા અંગેની અરજી હુકમ કરી રદ કરેલ છે.

સદર કેઇસમાં સ્પે. પી.પી. તરીકે ચેતનાબેન આર. કાછડીયા તથા મુળ ફરીયાદીના એડવોકેટ તરફે લલીતસીંહ જે. શાહી એડવોકેટ રોકાયેલા છે.

(3:45 pm IST)