Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

નિરાંતે ''ફાકી'' આરોગી પરિવાર સાથે ફરી હળવાશની પળોમાં પણ સાચા 'રિપોર્ટ'માં વળગ્યા કોંગી ઉમેદવાર

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક પરથી લડાવવા માટે કોંગી હાઇકમાન્ડે આપેલા આદેશના પગલે છેલ્લા દોઢ પખવાડીયાથી દિવસ રાત પદયાત્રા, સભા, રોડ શો, ઘેર-ઘેર સંપર્ક તથા મીટીંગોમાં વ્યકત રહ્યા બાદ ગઇકાલે મોડી રાત્રી સુધી કઇ જગ્યાએ શું થયું કયાંથી લીડ મળશે અને કયાંથી ''ખાધ'' તેની મસલતો બાદ આરામથી ઉંઘ ખેંચ્યા બાદ આજે સવારે ઉઠીને ચા-પાણી-નાસ્તો કરીને કાચી ૧૩પની ફાકી ખાધીને સ્વજનો સાથે ઇલેકશન એનાલીસીસ કરી રહેલા લલીત કગથરા પરિવાર સાથે હળવાશની પળો માણી રહ્યા છે. ચૂંટણીના લેખાજોખાની ચર્ચા કરીને ફોન પર સાચા રિપોર્ટ જાણી રહેલા નજરે પડતા લલીત કગથરા, શ્રીમતી  કગથરા, નજરે પડી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)
  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST

  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST

  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST