Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજકિય 'ભાર' બાદ માથાનો ભાર હળવો કરતાં ડાંગર

. તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં ફરીથી દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલા અશોક ડાંગરે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે દિલથી ભરપુર કામ કર્યુ છે. છેલ્લા દિવસોમાં કોંગી ઉમેદવારને જીતાડવાની નેમ સાથે દિવસ રાત દોડધામ કરનારા ડાંગર ગઇકાલના મતદાન બાદ આજે હળવા થયા હતાં અને સમય મળતાં જ ગુંદાવાડીમાં રામજી મંદિર પાસેના ગીજૂ હેર આર્ટમાં જઇને વાળ કપાવી માથાનો ભાર હળવો કર્યો હતો જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)
  • લાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • ચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST