Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

અઢાર દિવસની રાજકીય 'વાઢકાપ' બાદ ડોકટર ફરી સાચા ઓપરેશનમાં લાગ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને રાજકીય ઓપરેશનમાં માસ્ટરી ધરાવતા ડો.હેમાંગ વસાવડાએ આમ તો કૈંક રાજકીય ઓપરેશન પાર પાડયા છે. પરંતુ લોકસભાની ચુંટણી જાહેર થતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોમાં અઢાર-અઢાર દિવસથી કૈકના મગજના રાજકીય 'વાઢકાપ'માં બરાબરના જામ્યા હતા. ગઇકાલે ચુંટણી પુર્ણ થતા આજે સવારથી જ ન્યુરોસર્જન ડોકટર ફરી સાચા મગજના ઓપરેશનમાં લાગી ગયા છે. તસ્વીરમાં જલારામ હોસ્પીટલમાં દર્દીઓને તપાસીને ઓપરેશનોની તૈયારીમાં ફરી કાર્યરત બનેલા ડોકટર હેમાંગ વસાવડા નજરે પડે છે.

(3:40 pm IST)