Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

વાછરડી બાજુની વાડીમાં રજકો ચરી જતાં પ્રકાશ કિહલા પર ચારનો પાઇપથી હુમલો

વિંછીયાના હાથસણી ગામનો બનાવઃ કોળી યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૪: વિંછીયાના હાથસણી ગામે રહેતાં પ્રકાશ ખોડભાઇ કીહલા (ઉ.૨૮) નામના કોળી યુવાન પર તેના કોૈટુંબીક ભાઇઓ અનિલ ભોજાભાઇ કિહલા, કાળુ ભોજાભાઇ અને વિજય ભોજાભાઇ તથા ધુનાબેન ભોજાભાઇએ સાંજે સાડા સાતેક વાગ્યે હુમલો કરી પાઇપથી માર મારતાં માથા-શરીરે ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે વિંછીયા પોલીસને જાણ કરી હતી. પ્રકાશના કહેવા મુજબ તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. સાંજે ફળીયામાં તેની પત્નિ વિલાસ કામ કરતી હતી ત્યારે બાજુમાં જ રહેતાં કોૈટુંબીક ભાઇએ આવી છેડછાડ કરતાં પોતે તેને ટપારવા દોડતાં હુમલો થયો હતો. જો કે પોલીસ ફરિયાદમાં એવું નોંધાયું છે કે પ્રકાશની વાછરડી બાજુની વાડીમાં રજકો ચરી જતાં તે બાબતે મનદુઃખ રાખી હુમલો કરાયો હતો.

(11:51 am IST)