Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ફેસબૂક થકી ૧૪ વર્ષની બાળા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમી દિવ્યેશની કારખાનામાં પૂરી બેફામ ધોલાઇ

કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતો બાવાજી યુવાન બાળાને ચોટીલા ફરવા લઇ ગયા બાદ તેણીના પરિવારને જાણ થઇ ગઇઃ તેણીના પિતા સહિતનાએ માલધારી ફાટક પાસે કારખાનામાં બોલાવી ફટકાર્યોઃ સાથેનો મિત્ર કાનો કુકડીયા ભય ભાળી ભાગી છૂટ્યો

જેની ધોલઇ થઇ તે દિવ્યેશ ઉર્ફ દિવો ગોંડલીયા અને પીઠ-વાંસામાં મારના નિશાન જોઇ  શકાય છે

રાજકોટ તા. ૨૪: આજના યુગમાં સોશિયલ મિડીયા અનેક રીતે ઉપયોગી થઇ રહ્યું છે. પ્રેમ-લફરામાં પણ આનો ભરપુર ઉપયોગ થાય છે. જો કે આ કારણે ઘણીવાર બઘડાટી પણ બોલી જાય છે. આવા જ એક કિસ્સામાં કોઠારીયા રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતાં દિવ્યેશ તુલસીભાઇ ગોંડલીયા (ઉ.૧૯) નામના બાવાજી યુવાનને નજીકના વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બાળા સાથે ફેસબૂક થકી ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટતાં તે શનિવારે આ બાળાને બાઇકમાં બેસાડી ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો. આ અંગે બાળાના પરિવારજનોને ખબર પડી જતાં સાંજે બાળાના પિતાએ તેને પોતાના કારખાને વાતચીત કરવા બોલાવ્યા બાદ બીજા ચાર જણા સાથે મળી ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી બેફામ માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

દિવ્યેશ પોતાને માલધારી ફાટક પાસે આવેલા બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયા-૨માં આવેલા શિવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ચંદ્રેશભાઇ ગજેરા, રમણીકભાઇ સહિતનાએ માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. હેડકોન્સ. હેમતભાઇએ હોસ્પિટલે પહોંચી દિવ્યેશ ઉર્ફ દિવો ગોંડલીયાની ફરિયાદ પરથી કારખાનેદાર ચંદ્રેશભાઇ ગજેરા, તેની સાથેના રમણીકભાઇ, પીળા શર્ટવાળો દાઢી-મુછવાળો શખ્સ તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

દિવ્યેશે જણાવ્યું હતું કે પોતાના પિતા હયાત નથી. પોતે કાકા સાથે રહે છે અને કારખાનામાં કામ કરે છે. છએક મહિના પહેલા તેને ફેસબૂક મારફત ચંદ્રેશભાઇની ૧૪ વર્ષની દિકરી સાથે મિત્રતા થઇ હતી અને બાદમાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ગયા શનિવારે સવારે પોતે આ બાળાને બાઇકમાં બેસાડી ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો. તેણી ઘરે ખોટુ બોલીને આવી હોઇ તપાસ થતાં પોતે તેને ચોટીલા લઇ ગયાની ખબર પડી ગઇ હતી. આ બાબતે ખાર રાખી ગત સાંજે પોતાને બાળાના પિતા ચંદ્રેશભાઇએ પોતાના કારખાને વાત કરવા બોલાવ્યો હતો.

આથી પોતે મિત્ર કોળી શખ્સ કાનો રમણીકભાઇ કુકડીયા (ઉ.૨૨)ને લઇને શિવ એન્ટરપ્રાઇઝ નામના કારખાને પહોંચ્યો હતો. ત્યાં ગાળગાળી અને માથાકુટ શરૂ થતાં જ મિત્ર કાનો તક જોઇ ભાગી ગયો હતો. એ પછી પોતાને ચંદ્રેશભાઇ સહિતનાએ ગાળો ભાંડી ઢીકા-પાટુનો અને પ્લાસ્ટીકના પાઇપ તથા ધોકાથી માર માર્યો હતો. અડધા કલાક સુધી થોડી થોડીવાર વચ્ચે વાતચીત કરી બાદમાં ફટકારવામાં આવ્યો હતો. છેલ્લે પોતાના પરિવારજનને બોલાવીને સોંપી દેવાતા સારવાર માટે દાખલ કરાયો હતો.

દિવ્યેશની ઉપરોકત કેફીયત પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)
  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • વડાપ્રધાનને મારા પરિવારના નામનો ઉન્માદ થયો છેઃ પ્રિયંકા : તેઓ માત્ર મારા પરિવાર વિશે બોલે છેઃ કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 3:58 pm IST