Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજકોટ લોકસભા બેઠકઃ પુરૂષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન ૯ ટકા ઓછુ થયું: ૧૮ લાખ ૮૩ હજારમાંથી ૧૧ લાખ ૮૯ હજારે મત આપ્યો...

કુલ ૬૩.૧૪ ટકા મતદાનઃ ગઇ લોકસભા કરતા પોઇન્ટ (૪પ) ઓછું: ગરમી નડી ગઇ...: હવે ર૩ મીએ ૧૪ રાઉન્ડમાં કણકોટ ખાતે મતગણત્રીઃ રાઉન્ડ ધ કલોક જડબેસલાક બંદોબસ્ત

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પુરી થઇ, કોઇ ઘટના ન બની એટલે તંત્રે હાશકારો લીધો છે. આ ચૂંટણીમાં કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું છે, એમાં પુરૂષોનું મતદાન ૬૭.ર૬ ટકા તો સ્ત્રી મતદારોનું મતદાન પ૮.૬૭ ટકા નોંધાયું છે, પુરૂષો કરતા મહિલા મતદારોનું મતદાન ૯ ટકા ઓછુ હોવાનો રીપોર્ટ છે.

રાજકોટ સંસદીય વિસ્તારમાં કુલ ૧૮ લાખ ૮૪ હજાર મતદારો નોંધાયા તેમાંથી પુરૂષોનું ૬ લાખ પ૮ હજાર ૮૯૪ તથા સ્ત્રી મતદારોનું પ લાખ ૩૦ હજાર પર૬ નું મતદાન નોંધાયું, કુલ ૧૧ લાખ ૮૯ હજાર ૪ર૦ મતો પડયા... સૌથી ઓછુ મતદાન જસદણમાં પ૪.૪૧ ટકા તો સૌથી વધુ ટંકારામાં ૬૭.૩ર ટકા નોંધાયું છે.

હવે આગામી ર૩ મીએ કણકોટ ખાતે ૧૪ રાઉન્ડમાં સવારે ૮ વાગ્યાથી મતગણત્રી શરૂ થશે, આજથી જ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું તેમાં ગઇ લોકસભા કરતા પોઇન્ટ-૪પ ઓછુ નોંધાયું છે. ગરમીને કારણે થોડી અસર નડી ગયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટ લોકસભા બેઠકઃ વિધાનસભા વાઇઝ કયાં કેટલુ મતદાન

બેઠકનું નામ

પુરૂષ મતદાન

સ્ત્રીઓનું મતદાન

ટકાવારી

ટંકારા

૮પ૪પ૩

૭૦પ૦૧

૬૭.૩ર

વાંકાનેર

૯૩૦૪૧

૭પ૧૮૯

૬૬.૧ર

રાજકોટ પૂર્વ

૯૬૬૭પ

૭પ૮૪પ

૬૩.૮ર

રાજકોટ પશ્ચિમ

૧૧૪ર૧પ

૯૮૯પ૦

૬૪.૭૦

રાજકોટ દક્ષિણ

૮૬૯૮૮

૬૯૯૦૦

૬૩.૭૪

રાજકોટ રૂરલ

૧૧૦ર૦૪

૮૪૬૬૬

૬૧.૪૮

જસદણ

૭૩ર૧૮

પપ૪૭પ

પ૪.૪૧

કુલ

૬પ૮૮૯૪

પ૩૦પર૬

૬૩.૧૪

(11:42 am IST)