Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે કારખાનામાં આગ : લાખોનું નુકશાન

પ્લાસ્ટીકના દાણા, મશીનરી, વેસ્ટેજ માલ અને ઓઇલ ભરેલા બેરલ બળી ગયા

રાજકોટ, તા. ર૪ : કોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે આવેલા પ્લાસ્ટીકના દાણાના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા નજીક સાંઢીયાપુલ પાસે આવેલ જય બાલાજી પ્લાસ્ટીક નામના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની સુનિલભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, આગ કારખામાંં પડેલા પ્લાસ્ટીકના દાણામાં મશીનરી અને ઓઇલ ભરેલા બે બેરલમાં લાગી હતી. બનાવની જાણ થતાં ફેકટરી માલીક અરવિંદભાઇ સ્થળ પર દોડી આવ્યા હતા. આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે અને આગ કયા કારણોસર લાગી તે અંગે જાણવા તપાસ થઇ રહી છે.

(11:41 am IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST