Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

એસ.ટી. વોલ્વોના ડ્રાઇવર ઇકબાલભાઇએ મુસાફરની ભુલાય ગયેલ ફાઇલ પરત કરી : પ્રમાણિકતા દિપાવી

રાજકોટના ડો. કૃતિ કંસારા અને ભૂત પરિવાર ગદ્દગદીત : નિષ્ઠાને બિરદાવી

રાજકોટ  તા. ૨૩ : પ્રમાણિકતાના દીવડા સમયે સમયે પ્રકાશતા રહ્યા છે. તેની તાજી પ્રતિતિ એસ.ટી. વોલ્વોના ડ્રાઇવર ઇકબાલભાઇ રહીમભાઇ મીરે કરાવી છે. સુરેન્દ્રનગરના ઇકબાલભાઇને ગત શુક્રવારે એક અગત્યના દસ્તાવેજો સાથેની ફાઇલ બસમાંથી મળી આવી હતી. જે તેમણે એસ.ટી.ના ઉપરી અધિકારીઓને સાથે રાખી મુળ માલીકને પરત સોંપી પ્રમાણિકતા પૂરવાર કરી છે.

આ ફાઇલ રાજકોટના ડો. કૃતિ કંસારાની હતી. જેમાં તેમના ઓરીઝનલ ડીગ્રી સર્ટીફીકેટ અને કારકીર્દી  સંબંધી અગત્યના ડોકયુમેન્ટ હતા. તેઓ અમદાવાદથી રાજકોટ આવતા હતા. ત્યારે આ ફાઇલ બસમાં જ ભુલી ગયેલ. બાદમાં ખ્યાલ આવતા પિતા પ્રદિપભાઇ ભૂતના સહયોગથી રાજકોટ વહીવટી શાખાના અધિકારી શ્રી જાડેજાને સૌપ્રથમ જાણ કરેલ. તેમણે અમદાવાદ ડીવીઝનનો સંપર્ક કરી શ્રી ગાંધીની મદદથી લીન્ક ચેક કરાવતા આ ફાઇલ ડ્રાઇવર ઇકબાલભાઇ મીર પાસે હોવાનું જણાવેલ.ે સમયસર પરત મળી જશે તેવી ખાત્રી ઉચ્ચારવામાં આવી.

બાદમાં ડ્રાઇવર ઇકબાલ મીર પણ ફરજના ભાગરૂપે રાજકોટ આવવાનું થતા મુળ માલીકનો સંપર્ક કરી સંભાળ પૂર્વક ફાઇલ પરત કરી હતી. ઇકબાલ મીર (મો.૯૮૨૫૬ ૪૪૫૪૫) કહે છે કે પ્રમાણિકતા અમારા ખાનદાની સંસ્કાર છે. આવ ઘણા કિસ્સામાં અમે પ્રમાણિકતા દાખવી છે.

તસ્વીરમાં દસ્તાવેજી ફાઇલ સાથે ડ્રાઇવર ઇકબાલભાઇ મીર અને બાજુમાં પ્રદીપભાઇ ભૂત નજરે પડે છે. (તસ્વીર :  પ્રિન્સ બગથરીયા) (

(4:01 pm IST)