Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજકોટમાં ઢગલા બંધ મતદાન મશીનો બગડયાઃ ફેરવવા દોડધામઃ ર૭ EVM તો ૧૬ VV પેટ બગડયાનો રીપોર્ટ

મોકપોલ દરમિયાન જ મોટાભાગની ઘટનાઃ એક સ્થળે આખો સેટ ફેરવ્યો...

રાજકોટ તા. ર૩ :..  રાજકોટ લોકસભા બેઠકનું સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે., પણ સંખ્યાબંધ સ્થળે મતદાન મશીનો બગડયાના રીપોર્ટ મળ્યા છે.

મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્યમાં મોકપોલ દરમિયાન ૪ ઇવીએમ અને એક વીવી પેટ બગડયા હતાં.

તો પશ્ચિમ રાજકોટ વિસ્તારમાં ર - બેલેટ યુનિટ - એક કન્ટ્રોલ યુનિટ અને ૩ વીવી પેટ, પૂર્વમાં ૧ સીયુ અને ર -બીયું તો દક્ષિણ ક્ષેત્રમાં મોકપોલ દરયિાન કુલ ૩ વીવી પેટ, બે - ઇવીએમ બગડતા બદલાવાયા હતાં.

મતદાન બાદ પણ એક મતદાન મથકમાં બીયુ-સીયુને કારણે આખો સેટ બદલવો પડયો હતો.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલીતભાઇ કગથરાએ સવારના ૭ વાગ્યામાં અનિલ જ્ઞાન મંદિર ખાતે વોટીંગ કરી લીધું હતું.

રાજકોટ શહેર - જીલ્લામાં સવારે ૮ાા વાગ્યા સુધીમાં ર૭ ઇવીએમ અને ૧૬ વીવી પેટ બદલાવાયા હોવાનું ઉમેરાયું હતું.

(4:01 pm IST)
  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • ક્રિકેટરમાંથી રાજકારણીઃ ગઇ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ઇસ્ટ દિલ્હીમાંથી બીજેપીના ઉમેદવાર તરીકે નોમિનેશન ભરતાં પહેલાં શાનદાર રોડ-શો કર્યો હતો. access_time 11:22 am IST

  • ચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST