Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજય સરકારના કૃષિ મહોત્સવની પરંપરા તુટી, બીજી મેએ કેન્દ્રના કૃષિ મેળા સાથે જ ઉજવણી

મહિના સુધી કૃષિ રથ અને વૈજ્ઞાનિકો ગામેગામ જતા તે હવે ભુતકાળ

રાજકોટ તા.૨૪: રાજય સરકાર દ્વારા  દર વર્ષે અખાત્રિજ થી શરુ થતો કૃષિ મહોત્સવ આ વખતે થયો નથી અને થવાના કોઇ ઐધાણ નથી. રાજય સરકારે મોદી મુખ્યમંત્રી હતા તે વખતથી યોજાતો કૃષિ મહોત્સવ આ વખતે યોજવાનું માંડી બીજી મે એ કેન્દ્ર સરકાર દ્વારા યોજાનાર કૃષિ કલ્યાણ મેળાની સાથે જ તેની ઉજવણી કરવાાનું નક્કી કર્યાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે દરેક રાજયોને તમામ તાલુકા મથકે બીજી મે એ એક દિવસનો કૃષિ કલ્યાણ મેળો યોજવા જણાવ્યું છે. તે મુજબ ગુજરાતના ૨૪૭ તાલુકા મથકોએ કૃષિ મેળો યોજાશે તાલુકા દિઠ સરેરાશ ૫૦૦ ખેડુતોને ભેગા કરીને કૃષિક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.

રાજય સરકાર દ્વારા ભુતકાળમાં એક-એક મીહનાના કૃષિ મહોત્સવ યોજાતા ગામેગામ કૃષિ રથ ફરતા અને વૈજ્ઞાીનકો ખેતરો સુધી પહોંચતા હતા. આ વખતથી કૃષિ મહોત્સવનું આયોજન પડતું મુકવાનું જાણવા મળે છે.

(4:51 pm IST)
  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST