Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સ્ટ્રેસ ફ્રી ટીચીંગ સેમિનાર સંપન્ન

 રાજકોટ :  મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના સ્ટાફ પરીવાર માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય-સદર બજારના પટાંગણમાં સ્ટ્રેસ ફ્રી ટીચીંગ સેમીનારનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં ૧૩૮ જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિષય નિષ્ણાંત તરીકે શ્રી શ્રી રવિશંકર મહારાજના અનુયાયી સુનિતાબેન અને સીમાબેને પોતાનું વકતવ્ય આપીને શિક્ષકોને સ્ટ્રેસ ફ્રી કયાસ્ હતા. કાર્યક્રમમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અલ્પનાબેન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન આપેલ. ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યા રંજનબેન પોપટે  અને સંચાલન જશવંતીબેન ખાનવાણી અને આભારવિધી ભરતભાઈ કગથરાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (૨૪.૭)

(4:36 pm IST)