Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સાધુ વાસવાણી રોડ પર સૌપ્રથમ મહિલા સ્વીમીંગ પુલ લોકાર્પણ માટે તૈયાર

મહિલા કોચ, મહીલા સીકયોરીટી સહીત તમામ વ્યવસ્થા બહેનો સંભાળશે : મેયર સહીતના પદાધીકારીઓની સ્થળ મૂલાકાત

રાજકોટ, તા.૨૪ : શહેરનાં વેસ્ટ ઝોન વિસ્તાર સૈાથી વિકાસ પામતો તેમજ વસ્તીની ગીચતા ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં હાલમાં કાલાવડ રોડ પર એક સ્વીમીંગ પુલ છેલ્લા દસેક વર્ષથી કાર્યરત છે. પરંતુ આ પુલમાં સીમીત સંખ્યામાં મહિલાઓ લાભ લઇ શકે છે. આથી વેસ્ટ ઝોન વિસ્તારમાં મહિલાઓને સ્વીમીંગ પુલની અલાયદી સુવિધા મળી રહે તે હેતુસર રૈયા રોડ તેમજ સાધુ વાસવાણી રોડ થી નજીક એક અદ્યતન મહિલાઓ માટે ૨.૦૮ કરોડ સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ફિલ્ટર પ્લાન્ટ, વોટર રી-સાયકલીંગ પ્લાન્ટ, પ્રોફલેક્ષ શેડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સ્વીમિંગ પુલ બાંધકામ સાથે ત્રણ વર્ષના નિભાવ-મરામત સાથે આપવામાં આવેલ છે. આજે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત કરવાની ઘોષણામાં કરવામાં આવેલ હતી.

(4:32 pm IST)