Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ધી સિંધુ ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્ન કેસના આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ, તા. ર૪ : ધી સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટીમાંથી લીધેલ લોનની રકમ ચૂકતે કરવા માટે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને હાજર રહેવા સમન્સ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત ટુંકમાં એવી છે કે રાજકોટ શહેરમાં આવેલ ધી સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી લી. તે ગુજરાત કો.ઓપ. સોસાયટી એકટ હેઠળ નોંધાયેલ સહકારી સંસ્થા રજી.નં. સે-ર૮૭૪ર રાજકોટ ખાતે ઠે. 'સિંધુ ભવન' પ/૮-ગાયકવાડી પ્લોટ, સંત ટહેલીયારામ મંદિર પાછળ, રાજકોટ આવેલ છે. જેમાં તેમની સોસાયટીના સભ્યોને લોન આપવા અંગેનું કામકાજ કરે છે જેમાંથી વિવિધ સભ્યોએ લોન લઇને ભરપાઇ કરતા હોય છે તેઓની સોસાયટીમાંથી કમલેશ ચંદુલાલ આડવાણી તથા ઉમેશ હરીશભાઇ જુમાણીએ પણ પતાની જરૂરીયાત મુજબ અને પોતાની ઇચ્છાથી સોસાયટીમાંથી લોન લીધેલ છે અને જે અનુક્રમે કમલેશભાઇના રૂ. ૬૮,રપ૦/- તથા ઉમેશભાઇ રકમ રૂ. ૧૦,૮૦૩/- પુરા હપ્તા પેટે ચડત થયેલ છે જે રકમ ચૂકવવા માટે કમલેશભાઇ તથા ઉમેશભાઇએ સોસાયટીને લેણી રકમ ચૂકવવા માટે ચેક આપેલ હતા. જે ચેકો સોસાયટીએ તેની લેણી રકમ ચૂકવવા માટે ચેક આપેલ હતાં જ ચેકો સોસાયટીએ તેની લેણી રકમ વસુલવા માટે બેન્કમાં ડીપોઝીટ કરાવેલ તો સદરહું ચેકો વગર વસુલાતે પરત ફરેલ હતાં.

આથી સોસાયટી તરફથી તેમના એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી મારફત રકમ માંગણી અંગેની લીગલ નોટીસ પાઠવવામાં આવેલ જે નોટીસ કાયદાની રૂએ બજી ગયેલ હોય તેમ છતા સોસાયટીના પૈસા ભરવા અંગે કોઇ પણ દરકાર કરેલ ન હોય કે લીગલ નોટીસનો કોઇ જવાબ આપેલ ન હોય તેથી સોસાયટીએ તેમના વકીલ મારફત કમલેશભાઇ અને ઉમેશભાઇ વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ/કેસ દાખલ કરેલ જે કેસમાં કોર્ટે કમલેશભાઇ તથા ઉમેશભાઇ વિરૂદ્ધ કોર્ટમાં હાજર રહેવા અંગે સમન્સ/નોટીસ પાઠવેલ છે.

આ કામમાં ફરીયાદી ધી સિંધુ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી રોકાયેલા હતાં તેમ ચેરમેન મેઘારામ ધીરવાણી, વા. ચેરમેન શ્યામસુંદર ચંદીરામાણી, મેડા, ગોપાલભાઇ રેલવાણી લોન કમીટી ચેરમેન હરેશભાઇ ટેકવાણીની યાદી જણાવે છે. (૮.૧૭)

(4:31 pm IST)