Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રૂ. સાત લાખનો ચેક પાછો ફરતા બફના ધંધાર્થી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ર૪ : રાજકોટના કોઠારીયા સર્કલ પાસે જે.કે.મોલ પાછળ હાર્દિક બફના નામ ેધંધો કરતા દિનેશ ભનાભાઇ ગરસરે કોઠારીયા રોડ પરની સાધના સોસાયટીમાં રહેતા અશ્વીનભાઇ જીવનભાઇ ટાંક પાસેથી ધંધાના વિકાસ માટે લીધેલ રકમ રૂ.૭,૦૦,૦૦૦ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે હાર્દિક બફના માલીક આરોપી દિનેશ ગરસર સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, કોઠારીયા રોડ પર આવેલ સાધના સોસાયટીમાં રહેતા અશ્વીનભાઇ જીવનભાઇ ટાંકએ સોરઠીયાવાડી સર્કલ પાસે હાર્દિક બફના નામે કારખાનું ધરાવતા આરોપી દિનેશ ભનાભાઇ ગરસર સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી શ્યામ સ્ટેશનરીના નામે સોરઠીયાવડી સર્કલ પાસે ધંધો કરતા હોય અને આરોપીનો ધંધો વિકાસ માટે થોડા સમય પુરતા નાણાની જરૂરીયાત ઉભી થતા રૂ.૭,૦૦,૦૦૦ ફરીયાદી પસો સબંધના દાવે મેળવી તે રકમ પરત અદા કરવા ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ લખી આપેલ અને રકમ રૂ.૭,૦૦,૦૦૦ પરત કરવા ચેક લખી આપી ચેક સુપ્રત કરતી વખતે પાસ થઇ જવાના વચન, વાયદા આપી ચેક પાસ ન થવા દઇ ચેક રીટર્ન કરાવતા ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીની કાયદેસરની રકમ અદા ન કરતા ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ધંધાના વિકાસ અર્થે નાણા મેળવી પ્રોમીસરી લખી આપી અને કાયદેસરના લેણા પેટે ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી અશ્વનીભાઇ ટાંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની તથા હિરેન ડોબરીયા રોકાયેલ છે.

(4:31 pm IST)