Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્કુટર રેલી

 પરશુરામ જયંતિ નિમિતે આયોજીત મહોત્સવમાં પધારવા સૌને આહવાન કરવા ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્કુટર રેલીનું આયોજન કરાયુ હતુ. વિશાળ સંખ્યામાં યુવક યુવતિઓ જોડાયેલ. મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયના હસ્તે લીલી ઝંડી બતાવીને આ રેલીને પંચનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવાયુ હતુ. આ સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, આરોગ્ય સમિતિના ચેરમેન મનિષભાઇ રાડીયા, મંત્રી વિક્રમભાઇ પુજારા તેમજ કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગોમાં ઠેરઠેર આ બાઇક રેલીનું સ્વાગત કરાયુ હતુ. સમગ્ર સ્કુટર રેલીને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કન્વીનર નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, નેહલ ત્રિવેદી, ભાર્ગવી ભટ્ટ, રક્ષાબેન ત્રિવેદી, કિર્તીબેન દવે, હિનાબેન દવે, હેમાનીબેન રાવલ, કલ્પનાબેન લખલાણી, રિધ્ધી વ્યાસ, જલ્પા ભટ્ટ, પુનમ પંડયા, અમી ભટ્ટ, માનસી શર્મા, મેઘા જોષી, ડિમ્પલ દવે, સ્મૃતિ પંડયા, હની ભટ્ટ, પાયલ મહેતા, માનસી પંડયા, શ્રધ્ધા રાવલ, નિશાંત રાવલ, મયુર વોરા, જય ત્રિવેદી, હિરેન જોષી, દિપક ભટ્ટ, જયેશ પંડયા, નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, જીજ્ઞેશ ત્રિવેદી, પરાગ મહેતા, જયદીપ ત્રિવેદી, કૃણાલ દવે, નૈતિક જોશી, મીત ભટ્ટ, સંદિત ભટ્ટ, વિમલ અધ્યારૂ, દીલીપ રાવલ, અશોક મહેતા, પ્રશાંત વ્યાસ, રાજલ ત્રિવેદી, અમીત ઠાકર, રાજ દવે, ધર્મેશ ભટ્ટ, ગુંજન ભટ્ટ, પરેશ રાવલ, પરેશ રાવલ, પ્રશાંત પાઠક, રૂપેશ જોશી, જીજ્ઞેશ પંડયા, પ્રશાંત ઓઝા, દેવર્ષિ પુરોહિત, જીતેન્દ્ર ત્રિવેદી, સંદીપ પંડયા, મનન ત્રિવેદી, દેવાંગ ત્રિવેદી, વિવેક જોશી, સુનિલ જોશી, સિધ્ધાર્થ દેસાઇ, પરેશ જોશી, રવિ જોશી, વિરાજ જોશી વેગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૪)

(4:27 pm IST)