Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે રહેવા-જમવાની સુવિધા પણ વિનામુલ્યે

સદ્ગુરૂ આશ્રમ દ્વારા ગામેગામ નેત્રયજ્ઞો

રાજકોટ, તા.૨૪ : શહેરના શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ પર આવેલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે સમગ્ર ગુજરાત રાજ્યના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિનામુલ્યે કુલ ૯૯ શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે. જેઓને ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે રહેવા જમવાની સેવા વિનામુલ્યે આપવામાં આવશે.

કાલે તા.૨પને બુધવારે જુનુ સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા સામે, બગવાણા, જી.ભાવનગર ખાતે, તથા શિવ આશ્રમ, નવા ગામ, તા.કાલાવડ, જી.જામનગર ખાતે, તથા નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ, બી.ડી.દેસાઇ જનરલ હોસ્પિટલ, નાની વાવડી રોડ, જી.ઇ.બી.ની સામે, ગારીયાધારા, જી.ભાવનગર ખાતે, તથા રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે શ્રી સદ્ગુરૂ સુપરમેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે.

તા.૨૬ને ગુરૂવારે રંગુનવાલા હોસ્પિટલ, જામનગર ખાતે, તથા લાયન્સ સ્કુલ, માણાવદર, જી.જુનાગઢ ખાતે, તથા  સરસ્વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિત્તલ, જી.અમરેલી ખાતે, તથા માધવદાસ વલ્લભદાસ લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ ખાતે, તેમજ લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિહોર, જી.ભાવનગર ખાતે રાખેલ છે.

તા.ર૭ને શુક્રવારે માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી ખાતે, તથા ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી.કચ્છ, રેડક્રોસ સોસાયટી, નેશનલ હાઇસ્કુલ, ખંભાળીયા નાંકા પાસે, જામનગર ખાતે, તથા મારૂતિ દર્શન, સ્વ.નિરંજનભાઇ ધોળકીયા, લાયન્સ હોલ, ઇન્ફ્રનીટી મેટલની સામે, ભાવનગર-રાજકોટ રોડ, શિહોર, જી.ભાવનગર ખાતે રાખેલ છે.  તા.ર૮ શનિવારે મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ  ખાતે આયોજન કરેલ છે.

તા.૨૯ને રવિવારે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ ખાતે, તથા સરકારી દવાખાનું, મેઇન બજાર, ભાટીયા, જી.દ્વારકા ખાતે, તથાઆર્યસમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી.જુનાગઢ ખાતે, તેમજ  લોહાણા મહાજન વાડી, રાપર, જી.ભુજ ખાતે રાખેલ છે.

તા.૩૦ને સોમવારને ભાલકા મંદિર, વેરાવળ-સોમનાથ રોડ ઉપર, ભાલકાતીર્થ, જી.ગીર સોમનાથ ખાતે, તથા મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા, જી.જુનાગઢ ખાતે, તેમજ કેન્દ્રવતી શાળા, ઓથા, તા.મહુવા, જી.ભાવનગર ખાતે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલ છે.

(4:21 pm IST)