Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સમાજ સેવા કેન્દ્રનો રાજકોટમાં પ્રારંભ

સેવાકીય કાર્યો કરી લોકોને મદદરૂપ બનીશું ટી.ડીડ પટેલ

 રાજકોટઃ તા.૨૪, મોરબી, ગાંધીનગર બાદ હવે રાજકોટ શહેરમાં સમાજ સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે.  આ સંખ્યાના પ્રમુખ ટી.ડી.પટેલ છે. જેઓએ ગતસાંજે યોજાયેલ  પત્રકાર પરીષદમાં આ ઘોષણા કરી હતી. લેઉઆ પટેલ સમાજના ટી.ડી. પટેલ જણાવે છે કે રાજય સરકારમાં સલાહકાર તરીકે સેવા આપ્યા બાદ જીઇબીમાં પણ સેવા આપી છે. ૧૯૮૮માં મોરબીમાં સંસ્થાની સ્થાપના કરી હતી. સંસ્થા દ્વારા હોસ્પિટલના ગરીબ દર્દીઓને મદદરૂપ થવું, સિવિલ હોસ્પિટલમાં ડેડબોડી વાન પણ ચાલે છે. રતનપર હોસ્પિટલમાં મહેશ્વરી માતાજી વૃધ્ધાશ્રમાં અંતે  વાસીઓ વિનામુલ્યે વસવાટ કરે છે. કુદરતી આફત સમયે રાહત કીટ બનાવવામાં આવે છે.  આ ઉપરાંત રાજકોટમાં રણછોડનગરમાં નેચરોપેથી હોસ્પિટલ કાર્યરત છે. મોરબીમાં ઝુપડપટ્ટીના બાળકો માટે મોબાઇલ સ્કુલ વાન કાર્યરત છે. રાજકોટમાં શરૂ થયેલ ઓફિસમાં જાહેરહિતના કાર્યો કરવામાં આવશે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:20 pm IST)