Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજકોટના રેલ્વે સ્ટેશનમાં પ્લેટ ફોર્મ ઉપર શૌચાલય વ્યવસ્થાનો અભાવ

સી.સી.ટી.વી. કેમેરા મુકો : પંખા વધારો : ડી.આર.યુ.સી.સી. બેઠકમાં રમાબેન માવાણીની રજુઆત : નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બેઠકમાં પણ સુચનો

રાજકોટ તા. ૨૪ : ડી.આર. યુ.સી.સી.ની બેઠક મળી જતા મેમ્બર શ્રીમતિ રમાબેન માવાણીએ રેલ્વે મુસાફરોને સ્પર્શતા પ્રશ્નો અંગે સુચનો કર્યા હતા.

ખાસ કરીને રાજકોટ રેલ્વે સ્ટેશનમાં કોઇપણ પ્લેટફોર્મ ઉપર શૌચાલયની વ્યવસ્થા ન હોય એ બાબતે સત્વરે વ્યવસ્થા કરવા ધ્યાન દોરેલ. તેમજ તમામ પ્લેટ ફોર્મ પર સીસીટીવી કેમેરા મુકવા અને પંખા વધારવા તેમજ ટીકીટ બુકીંગ માટે શહેરમાં ચાર પાંચ જગ્યાએ ઓફીસો ખોલવા તથા પ્લેટફોર્મ નં.૧ અને ૩ ઉપરની લીફટ ટ્રેઇનોના સમયે બંધ રહેતી હોય તે અંગે પણ ધ્યાન દોર્યુ હતુ.

ગ્રાહક સુરક્ષા મંડળના શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) એ અન્ન પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠકોમાં પણ હાજરી આપી સંલગ્ન સુચનો કર્યા હતા.

(4:18 pm IST)