Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઓબ્ઝર્વેશન હોમમાં રાજપાલસિંહ ઉર્ફ રાજાએ મોબાઇલ, સિમકાર્ડ, ગાંજો અને તમાકુ ખાડા ખોદીને છુપાવ્યા'તા

સગીર વયે હત્યા સહિતના ગુના આચરાનાર અને હવે પુખ્ત થઇ ગયેલા પેંડાના સાગ્રીતના એક પછી એક કૃત્યો ખુલે છે : પ્લાસ્ટીકની બોટલમાં દારૂ ભરી અગાસી ઉપરના રેકોર્ડ રૂમના પોટલામાં છુપાવ્યો'તો!: ૧૨મીએ ચેકીંગમાં પ્રતિબંધીત વસ્તુઓ પકડાતાં રાજો ભાગ્યો'તોઃ પકડાયા બાદ વધુ એક ગુનો એ-ડિવીઝનમાં દાખલ કરાવાયો

રાજકોટ તા. ૨૪: હત્યા, સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યો સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલો અને થોડા દિવસ પહેલા બાળગૃહમાંથી ભાગી ગયા બાદ પકડાઇ ગયેલા પેંડાના સાગ્રીત રાજપાલસિંહ ઉર્ફ રાજો સુધીરસિંહ જાડેજા (ઉ.૨૦) સામે ઓબ્ઝર્વેશન હોમમાં તમાકુ, ગાંજો, મોબાઇલ ફોન, સિમકાર્ડ, અંગ્રેજી દારૂ રાખવા સબબનો અલગથી ગુનો નોંધાયો છે.

રેસકોર્ષ પાર્કમાં રહેતાં અને ગોંડલ રોડ પર ઓબ્ઝર્વેશન હોમમાં ઝોનલ ઓબ્ઝર્વેશન અધિકારી તરીકે ફરજ બજાવતાં નિસર્ગભાઇ કમલેશભાઇ ઉપાધ્યાયની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે રાજપાલસિંહ ઉર્ફ રાજો સામે ગુજરાત કિશોર ન્યાય નિયમો ૨૦૧૧ની કલમ ૫૨ (બી) (સી) (ડી) તથા કેન્દ્ર સરકાર કિશોર ન્યાય (બાળકોની દેખરેખ અને સંરક્ષણ અધિનિયમ ૨૦૧૬ના બીજાની કલમ ૬૮ (૨), તથા પેટા કલમ (૧) (૨), પ્રોહીબીશન કલમ ૬૫ (બી), ૬૬ (ઇ) મુજબ ઓબ્ઝર્વેશન હોમમાં બે મોબાઇલ ફોન, ચાર સિમ કાર્ડ, ચાર્જર, ગાંજાો, દારૂ છુપાવી રાખવા સબબ ગુનો નોંધ્યો છે.

નિસર્ગભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચ માસથી હું ઓબ્ઝર્વેશન હોમમાં ફરજ બજાવુ છું. અહિ સાત ગાર્ડ છે. કાયદાના સંઘર્ષમાં આવેલા ૨૩ કિશોરોને રખાયા છે. પ્રોબેશન ઓફિસર તથા કાઉન્સીલર અને એકાઉન્ટન્ટ સહિતનો સ્ટાફ પણ છે. તાલુકા પોલીસના હત્યાના ગુનામાં રખાયેલા રાજપાલસિંહ ઉર્ફ રાજો કે જેની હાલની ઉમર પુખ્ત વયની ૨૦ વર્ષની છે તે બીજા કિશોરોને હેરાન કરતો હોઇ અને કામ કરાવતો હોઇ તેમજ દારૂ-ગાંજો પીતો હોોવાની માહિતી મળતાં ૧૨/૪ના રોજ સમાજ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી. એ જ દિવસે સાંજે સમાજ સુરક્ષા અધિકારી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી સંસ્થાના અધિકારીઓ, પ્રોબેશનર ઓફિસરો તથા સ્ટાફ દ્વારા બેરેકોમાં જડતી લેવામાં આવતાં અન્ય કિશોરો પાસેથી કંઇ મળ્યું નહોતું. પરંતુ રાજપાલસિંહ ઉર્ફ રાજો મોબાઇલ ફોન, તમાકુ, ગાંજો જેવી વસ્તુ કયાં છુપાવે છે તે જગ્યાની માહિતી મળી હતી. ભોજનાલયની બહાર સંપની બાજુમાં ખાડો ખોદી તેમાં તેણે આ બધુ છુપાવ્યાની ખબર પડતાં તપાસ કરતાં ખાડામાંથી સેમસંગનો સફેદ કી બોર્ડ વાળો મોબાઇલ, બીજો સેમસંગનો ટચ સ્ક્રીન મોબાઇલ, વીવોનું ચાર્જર, ચાર સીમકાર્ડ (યુનિનોર, એરટેલ, વોડાફોન કંપનીના) મળી આવ્યા હતાં.

બીજા ખાડામાંથી કાગળની બે પડીકી મળી હતી. જેમાં એકમાં ૧.૫ ગ્રામ લીલો પદાર્થ તથા બીજીમાં ૧ ગ્રામ તમાકુ જેવો પદાર્થ મળ્યો હતો. અગાસીના રેકોર્ડ રૂમમાં થમ્સઅપની એક બોટલમાં દારૂ હોવાની માહિતી મળતાં ત્યાં તપાસ કરતાં પોટલામાંથી થમ્સઅપની બાટલી મળી હતી. જેમાં ૨૦૦ મીલી જેટલુ પીળુ પ્રવાહી હતું. જે સુંઘતા કેફી પીણા જેવુ લાગ્યું હતું. તપાસ કરી બધા નીચે આવ્યા ત્યારે રાજપાલસિંહ ઉર્ફ રાજો નાશી ગયાની ખબર પડી હતી. બાદમાં કિશોરોના નિવેદનો નોંધાતાં તેણે એક કિશોરની જાતીય સતામણી કર્યાની વિગતો ખુલતાં ફરિયાદ નોંધાવાઇ હતી. સંસ્થામાંથી મળેલા મોબાઇલ, સિમકાર્ડ, કેફી પ્રાવહી, પદાર્થો રાજપાલસિંહના જ હોવાનું જણાતાં હવે તેની સામે અલગ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં નિસર્ગભાઇએ જણાવતાં તેના આધારે પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

રાજો ખાડા ખોદતો, પ્રતિબંધીત વસ્તુઓ છુપાવતો છતાં કેમ કોઇને ખબર ન પડી!

. રાજપાલસિંહ ઉર્ફ રાજાને પ્રતિબંધીત વસ્તુઓ ઓબ્ઝર્વેશન હોમમાં કોણ પહોંચાડતું? તે ગાંજો, દારૂ, તમાકુ, મોબાઇલ ફોન બધુ જ વાપરતો અને સંકુલમાં જ ખાડા ખોદીને છુપાવતો હતો આમ છતાં કેમ કોઇને ખબર ન પડી? આ સવાલો તપાસ માંગી લે તેવા છે.

(4:16 pm IST)
  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST