Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પૂ.શ્યામ મનોહરજીની વ્રજયાત્રા સપ્ટેમ્બરમા મથુરાથી નિયમ ગ્રહણઃ ઓકટોબરમાં વિસર્જન

વારાણસીના ગોપાલ મંદિરના ગાદીપતિજીની લીલી પરીક્રમા અંગે સ્પષ્ટતા : સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયને જોડાવવા અપીલઃ નામ નોંધાવી દેવા

રાજકોટ, તા.૨૪: શ્રી મોટી હવેલી જામનગરના ગાદીપતિ ગો.શ્રી હરિરાયજી મહારાજશ્રીના નાનાભાઈ ષષ્ઠપિઠ શ્રી ગોપાલ મંદિર, વારાણસીના ગાદીપતિ ગો.શ્રી.શ્યામમનોહરજીની વ્રજયાત્રા (લીલી પરીક્રમા) તા.૧૨ સપ્ટેમ્બરને બુધવારે શ્રી વિશ્રામઘાટ, મથુરા ખાતેથી નિયમ ગ્રહણ કરશે અને તા.૨૦ ઓકટોબરને શનિવારે વિસર્જન થશે. આ યાત્રાના ૪૦ દિવસના સમયગાળામાં વ્રજભૂમિમાં યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ લીલાસ્થલી, તેમજ શ્રી વ્રજભૂમિમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ઝારી- ચરણસ્પર્શ, તેમજ વિવિધ મનોરથના લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે.

પ.પૂ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્ય લીલા પ્રવેશથી સંપ્રદાયના વૈષ્ણવોને જે ખોટ પડેલી છે, તે કયારેય પુરી શકાય તેમ નથી. વૈષ્ણવો ખુબ જ વ્યથીત થયા છે, આ વ્રજ ચોર્યાસી કોષ લીલી પરીક્રમાએ એક આધિદૈવિક ઉપક્રમ છે, જે શ્રીમદ વલ્લાભાચાર્યજીના સમયથી ચાલ્યો આવે છે, તે રોકાવો ન જોઈએ, તેવી  લાગણી સાથે શ્રી મોટી હવેલી જામનગર ગાદીપતિ પુષ્ટી સિધ્ધાંત સંરક્ષણ શિરોમણી પુ.પા.ગો.શ્રી હરિરાયજી મહારાજશ્રી દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, શ્રી ષષ્ઠમગૃહ શ્રી ગોપાલ મંદિર, વારાણસીના વૈષ્ણવ આચાર્ય શ્રી પ.પૂ.ગો. શ્રી શ્યામમનોહર મહારાજશ્રીના આ યાત્રા પુર્વવત નિર્ધારીત કાર્યક્રમ અનુસાર ચાલુ રહેશે, તેથી સૌરાષ્ટ્ર/ હાલાર તેમજ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિએ આ યાત્રામાં જોડાવા અપીલ કરાઈ છે.

આ યાત્રામાં જોડાવા (૧) શ્રી ષષ્ઠમપીઠશ્રી ગોપાલ મંદિર, વારાણસી, (૨) શ્રી મોટી હવેલી, જામનગર, (૩) શ્રી વિઠ્ઠલેશ ભુવન હવેલી, જુનાગઢ, (૪) શ્રી ગોકુલનાથજી મંદિર, નડિયાદ, (૫) શ્રી મોટા મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ, (૬) શ્રી મોટી હવેલી, જેતપુર, (૭) શ્રી વ્રજભુવન હવેલી, ઉપલેટાના કાર્યાલયનો સંપર્ક સર્વે વૈષ્ણવોએ કરવો. વધુ વિગતો માટે અગ્રણી ઉદ્યોગપતિ ચિમનભાઈ લોઢીયા- ૯૯૨૫૦ ૭૭૦૦૩, હસુભાઈ ડેલાવાલા ૯૭૨૭૭ ૨૭૯૦૧, વઢવાણવાળા શ્રી લલિતભાઈ- ૯૮૨૫૬ ૫૬૫૧૧, તેમજ રાજકોટના સોનલબેન બગડાઈ ૯૯૭૯૧ ૩૫૪૧૪નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:07 pm IST)