Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આત્મન યુવા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો

 આત્મન યુવા ગ્રુપ દ્વારા ડો. બાબા આંબેડકરની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે બાળકો માટે ચિત્ર, વકતૃત્વ, રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં વિજેતાઓ જાહેર કરાતા પ્રથમ ત્રણ સ્થાને સાગઠીયા શ્રેયા, બગડા નયન, કુંજેશ હર્ષ, પરમાર યશ, દાફડા પરિક્ષિત, સોલંકિ દિવ્યા, રાઠોડ ગીતાબેન, વેગડા કરણ અને રાઠોડ શિલ્પા, રાખી નેશિલ્ડને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. ઇનામ વિતરણ દરમિયાન પુસ્તિકા પથદર્શકનું વિમોચન  કરી ડો. ભીમરાવ એજયુકેશન સપોર્ટ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રાર઼ભ કરાયો હતો. આ તકે રવજીભાઇ પરમાર અને ડાયાભાઇ જે. સોમૈયા, સવજીભાઇ ભીમાભાઇ રાઠોડને શાલ ઓઢાડી સન્માનીત કરાયેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અલ્કેશભાઇ ચાવડા, દિનેશભાઇ પરમાર, મનુભાઇ ધાધલ, યોગેશભાઇ સોલંકી, કિરીટભાઇ જે. ખાવક ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે સુકેતુભાઇ રાઠોડ, વિશાલભાઇ મકવાણા, અમિતભાઇ રાઠોડ, અજયભાઇ વાડોલીયાએ સેવા આપી હતી. આ દિવસે શૈક્ષણિક જાગૃતિ પદયાત્રા યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમોને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડની આગેવાની હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:04 pm IST)