Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજકોટમાં ૨૬ લાખની આંગડિયા લૂંટઃ લાખોના ૪૫ પાર્સલ બચી ગયા

સોરઠીયા વાડીની અક્ષર આંગડિયા પેઢીએથી કર્મચારી બાબુજી ઠાકુર (ઉ.૪૯) સુરત જવા લીમડા ચોક શાસ્ત્રી મેદાન પહોંચ્યા ત્યારે સાથેના કર્મચારી ટિકીટ લેવા ગયા ત્યારે બે લૂંટારા ગરદન પાછળ પ્રહાર કરી પછાડીને થેલો લૂંટી નાશી ગયાઃ સીસીટીવીમાં દેખાયા : કર્મચારીએ ૩૫ પાર્સલો થેલામાં રાખ્યા'તા એ થેલો લૂંટાઇ ગયોઃ જ્યારે ૪૫ નાના પાર્સલો પોતે પહેરેલા શર્ટ અંદર બંડીમાં છુપવ્યા હતાં: આ પાર્સલોમાં અંદાજે ૨૦-૨૫ લાખની મત્તા હોવાની શકયતાઃ લૂંટારા શાસ્ત્રી મેદાનના અંદરના ભાગેથી જ ભાગી ગયાઃ સોરઠીયા વાડી ચોકના ફૂટેજ પણ ચેક કરાશે : અક્ષર આંગડિયાના માલિક મુળ સિધ્ધપુર ચંડાના નટવરસિંહ સોલકીઃ હાલ જસદણમાં રહે છેઃ રાજકોટના સોરઠીયાવાડી ચોકમાં પણ ઓફિસઃ લૂંટારાઓએ : આ ઓફિસેથી જ રેકી કર્યાની શંકા લૂંટાયેલો કર્મચારી મુળ પાટના પીમ્પળનોઃ ૬૦૦૦ના પગારથી નોકરી કરે છેઃ તેને શાસ્ત્રી મેદાને મુકવા આવેલો કર્મચારી ટિકીટ લેવા ગયો ને લૂંટારાઓને તક મળી ગઇ

જ્યાં લૂંટની ઘટના બની એ સ્થળ, લૂંટાયેલા કર્મચારી અને પોલીસ સ્ટાફ તથા ઇન્સેટમાં સીસીટીવીમાં દેખાયેલો લૂંટારૂ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: શહેરના શાસ્ત્રી મેદાનના લીમડા ચોક તરફના ગેઇટ અંદર રાત્રીના દસ વાગ્યા આસપાસ સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી પર પાઇપથી હુમલો કરી તેના હાથમાંથી રોકડ, ડાયમંડ, સોનાના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલો લૂંટી બે લૂંટારા છનનન થઇ જતાં સનસનાટી મચી ગઇ હતી. લૂંટાયેલા પાર્સલો કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ની મત્તાના હતાં. સદ્દનસિબે કર્મચારીએ બીજા ૪૫ પાર્સલો પોતે પહેરેલા શર્ટની બંડી અંદરના જેકેટમાં છુપાવ્યા હોઇ એ લાખોનો કે કદાચ કરોડનો માલ બચી ગયો હતો. એ-ડિવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા બે લૂંટારાઓનું પગેરૂ શોધવા દોડધામ આદરી છે.

બનાવની વિસ્તૃત વિગતો જોઇએ તો મુળ પાટણના ચાણસ્મા તાબેના પિંપળ ગામના વતની અને હાલ સુરત મહિધરપુરા ભવાની માતાજીના મંદિર પાસે જયકર બિલ્ડીંગમાં પહેલા માળે ફલેટમાં રહેતાં તથા જસદણની અક્ષર આંગડિયા પેઢીમાં  માસિક રૂ. ૬૦૦૦ના પગારથી નોકરી કરતાં બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯) ગઇકાલે સુરતથી પાર્સલ દેવા રાજકોટ આવ્યા હતાં. તેને અહિથી રાજકોટના કર્મચારી પાસેથી પાર્સલ લઇ પરત સુરત જવાનું હોય છે. એક દિવસ પોતે સુરત જાય છે અને બીજા દિવસે શંકર અભુજી ચાવડા નામના કર્મચારી સુરત જાય છે.

અક્ષર આંગડિયા પેઢીના માલિક નટવરસિંહ સોલંકી મુળ સિધ્ધપુર પાટણના ચંડા ગામના વતની છે. તે હાલ જસદણ રહે છે અને તેના ભાગીદાર પણ જસદણમાં જ રહે છે. રાજકોટમાં અક્ષર આંગડિયાની પેઢી સોરઠીયા વાડી ચોક પવનપુત્ર ચોકમાં આશાપુરા કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલી છે. આ પેઢી અજીતસિંહ બાબુજી રાજપૂત સંભાળે છે.

સોમવારે રાત્રે પોણા દસેક વાગ્યે બાબુજી વાઘેલા સુરત પહોંચાડવાના ૮૦ પાર્સલો લઇ રાજકોટની ઓફિસથી બીજા કર્મચારી  હરેશભાઇ પટેલના ડિસ્કવર બાઇક જીજે૩સીએમ-૪૮૫ લઇને લીમડા ચોકમાં આવ્યા હતાં.  બાબુજી વાઘેલાએ ૮૫ પાર્સલમાંથી ૪૫ પાર્સલો તેણે પહેરેલા શર્ટની નીચે સફેદ બંડીમાં રાખ્યા હતાં. બાકીના ૩૫ પાર્સલો રેકઝીનના કોફી રંગના થેલામાં રાખ્યા હતાં. આ થેલામાં એક જોડી કપડા અને ઓફિસનો  મોબાઇલ ફોન પણ હતો. લીમડા ચોકમાંથી સુરત જતી ટ્રાવેલ્સની બસમાં બેસવાનું હોઇ જેથી બાબુજી શાસ્ત્રી મેદાનના લીમડા ચોકના ગઇટ અંદર બસ મુકાઇ ગઇ હોઇ બસ પાસે ગયા હતાં અને હરેશભાઇ પટેલ બૂક કરાવેલી ટિકીટ લેવા ટ્રાવેલ્સની ઓફિસેમાં ગયા હતાં.

કર્મચારી બાબુજી વાઘેલા શાસ્ત્રી મેદાનમાં બસ તરફ પહોંચ્યા ત્યાં જ અચાનક તેના ગરદન નીચેના ભાગે ધોકા કે પાઇપનો ઘા આવતાં તેઓ પડી ગયા હતાં. તે સાથે જ બે શખ્સો સામે આવ્યા હતાં અને હાથમાંથી થેલો ખેંચી ભાગી ગયા હતાં. બાકીના ૪૫ પાર્સલો કે જે શર્ટ અંદરની બંડી (જાકીટ)માં રાખ્યા હતાં તે બચી ગયા હતાં. ગરદન પાસે માર મારવામાં આવતાં તે પડી જતાં ડાબા નેણ ઉપર ઇજા થઇ હતી.

લૂંટની ઘટનાની જાણ થતાં એ-ડિવીઝનના પી.આઇ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઇ. ડોડીયા, મેરૂભા, ડી. સ્ટાફના શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ, નરેશભાઇ, ભગીરથસિંહ, કરણભાઇ સહિતનો કાફલો તેમજ ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ, એસઓજીનો સ્ટાફ દોડી ગયો હતો અને કર્મચારી પાસેથી ઘટનાની વિગતો મેળવી હતી. પોલીસે બાબુજી વાઘેલાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૯૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધ્યો હતો.   પોલીસે લીમડા ચોકના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે લૂંટારા ભાગતા દેખાયા હોઇ તેના આધારે તપાસ શરૂ કરી હતી. જો કે સવાર સુધી કોઇ કડી મળી નહોતી.

લૂંટારાઓએ સોરઠીયા વાડી ખાતેથી કર્મચારી બાબુજી ઠાકુર અને હરેશભાઇ રવાના થયા ત્યાંથી જ રેકી કરી પીછો કર્યાની શંકા છે. પોલીસે આ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચકાસશે. લૂંટ બાદ શાસ્ત્રી મેદાન અંદરના ભાગેથી જ લૂંટારા ભાગ્યા હતાં. ફૂટેજમાં લૂંટારાના ચહેરા દેખાતા નથી.

(4:14 pm IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST