Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નગ્ન ફોટા પાડી બ્લેક મેઇલીંગ કરી દસ વર્ષથી શોષણ કરતાં અરવિંદ સહિત ત્રણની શોધખોળ

કેફી પીણું પીવડાવી બેભાન જેવી કરી બે શખ્સે બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં : એક લગ્ન તોડાવી નાંખ્યા અને બીજા લગ્ન તોડાવવાનો પ્રયાસઃ રૈયા રોડ પર રહેતાં અરવિંદ લખધીર, અજાણ્યા પુરૂષ અને મહિલાને શોધતી પોલીસ

રાજકોટ તા. ૨૩: શહેરની એક ૩૫ વર્ષની પરિણીતાને જ્વેલર્સના શો રૂમમાં અગાઉ નોકરી કરતાં અરવિંદ લખધીર નામના બારોટ શખ્સે 'તેે જેની સાથે ફ્રેન્ડશીપ કરી છે એ છોકરો ખરાબ છે' તેમ કહી પોતાની જાળમાં ફસાવ્યા બાદ   એક વખત બજરંગવાડીમાં એક મકાનમાં લઇ જઇ ત્યાં કોઇ કેફી પીણુ પીવડાવી બેભાન જેવી કરી અરવિંદ તથા અજાણ્યા શખ્સે બળાત્કાર ગુજારતાં અને એ વખતે બિભત્સ ફોટાઓ પાડી લઇ તે ઇન્ટરનેટ પર વાઇરલ કરવાની ધમકી આપી બાદમાં હોટેલમાં લઇ જઇ ફરીથી બળજબરી કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. સતત દસેક વર્ષથી શોષણ કરતાં અરવિંદ સહિતનાને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે દસ વર્ષ પહેલા રાજકોટમાં જ્વેલર્સની દૂકાનમાં નોકરીએ રાખવાના ઇન્ટરવ્યુ હોઇ તેમાં મેં ઇન્ટરવ્યુ આપતાં પેલેસ રોડ પરની આશ્રય જ્વેલર્સમાં નોકરી મળી હતી. જ્યાં સુપરવાઇઝર તરીકે અરવિંદ લખધીર હતો. એ વખતે હું યાજ્ઞિક રોડ પર કપડા લેવા ગઇ ત્યારે શો રૂમના કર્મચારી સંદિપ સાથે ઓળખાણ બાદ ફ્રેન્ડશીપ થઇ હતી. અરવિંદને આની ખબર પડતાં તેણે મને કહેલ કે સંદિપ ખરાબ છોકરો છે તેની સાથે ફ્રેન્ડશીપ તોડી નાંખ. મેં ના પાડતાં મને હાથ પકડી શો રૂમમાંથી બહાર કાઢી મુકી હતી. એ પછી નોકરી જતી રહેવાની બીકે મેં અરવિંદની વાત માની સંદિપ સાથે ફ્રેન્ડશીપ તોડી નાંખી હતી. બાદમાં સંઘ્પિે ખરાબ મેસેજ મોકલવાનું શરૂ કરતાં મેં અરવિંદને વાત કરતાં તેણે કંઇક કરીને આ પ્રકરણ પતાવી દઇશું તેમ કહી બાદમાં મને સંદિપના પ્રકરણને પતાવવાના બહાને બજરંગવાડીમાં લઇ ગયેલ. ત્યાં એક સ્ત્રી પણ હતી. મને ઠંડુ આપેલ જે મેં પીધુ હતું. એ વખતે એક બીજો પુરૂષ પણ આવ્યો હતો. થોડીવાર બાદ મને ઘેન ચડવા માંડ્યું હતું. પ્રતિકારની શકિત રહી નહોતી. જેનો લાભ લઇ અરવિંદ અને તેની સાથેના શખ્સે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

હું ભાનમાં આવી ત્યારે કપડા અસ્ત વ્યસ્ત હતાં અને ગુપ્તાંગમાંથી લોહી નીકળતાં હતાં. અરવિંદે કહેલ કે તારા ફોટા પાડી લીધા છે. કોઇને કહીશ તો નેટ પર મુકી દઇશે. આથી મેં કોઇને વાત કરી નહોતી. એ પછી બ્લેકમેઇલ કરી તે ભુપેન્દ્ર રોડ પરની હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં પણ બળાત્કાર કર્યો હતો. મારી સગાઇ નક્કી થતાં અરવિંદે સગાઇ નહિ કરવા દબાણ કર્યુ હતું. છતાં મેં લગ્ન કર્યા હતાં. પણ દોઢ જ માસમાં આ લગ્ન અરવિંદે તોડાવી નાંખ્યા હતાં. બાદમાં મારા પિતાને અકસ્માત નડતાં અરવિંદે કહેલ કે આ તો ટ્રેલર છે, મારી વાત નહિ માન તો તારા પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

મારા બીજા લગ્ન સુરત ખાતે થયા છે.   પરંતુ આઠ દિવસથી હું માવતરે આવી ગઇ છું. આ પતિને પણ અરવિંદે ફોન કર્યા હતાં અને પાર્સલ મળી ગયું છે, ચકાસી લેજો તેમ કહ્યું હતું. અરવિંદ સતત હેરાન કરતો હોઇ મારા પતિએ ફરિયાદ કરવા સાથ આપતાં મેં પોલીસને જાણ કરી હતી. અગાઉ અરવિંદ તેની ઘરે પણ બે વખત લઇ ગયો હતો અને ત્યાં તેની પત્નિને ખોટુ બોલી બહાર મોકલી દઇ બળજબરી કરી હતી. તેમજ બ્લેક મેઇલ કરી અત્યાર સુધીમાં તેણે ૧,૬૦,૦૦૦ રોકડા પણ કટકે-કટકે પડાવી લીધા છે.

મહિલા પોલીસે ગુનો નોંધી અરવિંદ તથા અજાણ્યા પુરૂષ અને મહિલા સહિતની શોધખોળ આદરી છે.

(4:21 pm IST)