Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગુંદાવાડીના સદ્દગુરૂધામમાં છાશ - ખીચડી વિતરણ

 પૂ. શ્રી રણછોડદાસજી બાપુ પ્રેરીત પૂ. શ્રી હરીચરમણદાસજી બાપુ સ્થાપિત સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ દ્વારા ર૦૦૦ પરિવારોને ઉનાળાની કાળજાળ ગરમીમાં શાતા આપવા દરરોજ ૧૨૦૦ લીટર છાસ તથા દર માસે ર કિલો કુલ ૪૦૦૦ કિલો ખીચડી આર્થિક રીતે જરૂરતમંદ લોકોને આપવાના દ્વીતીય તબકકાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે બાલાજી મંદિરના મહંતશ્રી જે. પી. સ્વામી, સામાજીક અગ્રણી વિજયભાઇ નાગ્રેચા, લાધા માધા ગ્રુપના અગ્રણી મહેન્દ્રભાઇ રાજવીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દાનાબાપા ડાંગર તથા ઇશ્વરભાઇ ખખ્ખરે તમામ ગુરૂભાઇઓને છાસ વિતરણ પહેલા દરરોજ પૂ. ગુરૂદેવની ચાખડી પૂજન તથા આરતી થાય છે તેનો દિવ્ય લાભ લેવા અપીલ કરી હતી. ગુંદાવાડી શેરી નં. પ, સદ્દગુરૂ ધામ ખાતે સંપન્ન થયલ આ સેવાયજ્ઞ માટે હરીશભાઇ લાખાણી, જગદીશભાઇ ગણાત્રા, પ્રવિણભાઇ વસાણી, દિનેશભાઇ તન્ના, શાંતુભાઇ રૂપારેલીયા, ચંદુભાઇ રાઠોડ, રાજુભાઇ કાનાબાર, ભોગીભાઇ રાઇચુરા, નીતિનભાઇ રાઇચુરા, નીલેશભાઇ જોબનપુત્રા, ધવલભાઇ ખખ્ખર, ચંદ્રેશભાઇ ઠકકર, હસમુખભાઇ ભગદવે, ભરતભાઇ પોપટ, સુરેશભાઇ ચંદારાણા, મિતલભાઇ ખેતાણી, રમેશભાઇ ઠકકર, ભગતભાઇ વગેરેનું માર્ગદર્શન સાંપડયુ હતુ. કાર્યક્રમનું એન્કરીંગ રીટાબેન કોટકે કરેલ.

(4:18 pm IST)