Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભજન કરે તેને કયારેય કોઇ આફત ન આવે : સ્વામિ શ્રી નિત્યસ્વરૂપદાસજી

મવડીમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ યોજીત કથામાં વિશાળ સંખ્યામાં સતસંગનો લાભ લેતા ધર્મપ્રેમીજનો

રાજકોટ : મવડીના આંગણે સ્વામિનારાયણ સત્સંગ સમાજ આયોજીત પંચ દિનાત્મક કથાના વ્યાસ પીઠેથી પૂ. શ્રી સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીએ ભજન ઉપર વકતવ્ય આપતા જણાવેલ કે જેમની પાસે પરમાત્માનું ભજન છે એમને કોઇ આફત કયારેય આવી ન શકે. ભજનના મુળમાં પરમાત્માની શકિત સમાયેલી હોય છે. મે પોતે ૧૦ વર્ષથી વયે પૂ. પુરાણી સ્વામીની કથામાં સાંભળેલ ભજન આજે ૪૧ વર્ષે પણ કંઠસ્થ છે. તમારી ઉપાસના ભલે અલગ હોય પણ સાધના તો એક જ હોવી જોઇએ. સંપ્રદાય અલગ હોય શકે પણ મુળ તો એકજ હોય. રાજબાઇનું દ્રષ્ટાંત ટાંકીને અહીં ભજન અને ભકિતની મહત્વતા સમજાવવા પ્રયાસ કરાયો હતો. રૂપિયા ન હોય તો ચાલશે પણ ભજન નહી હોય તો  નહીં ચાલે. લાખો રૂપિયાનું રસોડુ તૈયાર કરી રસોઇ બનાવો પણ ભગવાનને પ્રસાદ નહી ધરાવો તો એ રસોઇ વ્યર્થ છે. શ્રી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ પોતાની વાણીથી બેઠેલ પ હજારથી વધુ મેદનીને મંત્રમુગ્ધ બનાવી ભગવાનમાં જીવ પરોવવાનો સંદેશો વહેતો કર્યો હતો.

(4:17 pm IST)