Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રામનાથપરામાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદા પાણીની રેલમછેલ : લોક ત્રાહિમામ

રાજકોટ, તા. ર૩ :  વોર્ડ નં. ૭ રામનાથપરા વિસ્તાર શેરી નં. ૩માં આવેલ ભૂગર્ભ ગટરો છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ઉભરાઇ રહી છે. જેથી કરીને ભારે ગંદકી ફેલાતા ત્યાંથી પસાર થનાર રાહદારી ઓથી માંડીને લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેમ રામાનાથપરમના રહેવાસી કિશોરભાઇ છતલાણીએ જણાવ્યું છે.

આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યા પ્રમાણે વર્ષ ર૦૧૭ના અંતિમ દિવસોમાં મહાનગર પાલિકા દ્વારા નવા ડામર રોડની કામગીરી પૂર્ણ થયા બાદ બાંધકામ શાખા દ્વારા ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડની 'લેવલ' સપાટીએ લેવાયા હતા. પરંતુ કોઇ કારણે હજુ પણ એક ભૂગર્ભ ગટર ડામર રોડ નીચે આવેલ હોય તેમાં સિદ્દીક મહેલ બિલ્ડીંગનું ડ્રેનેજ કનેકશન છે. આ અંગે વારંવાર હોલ સેન્ટરમાં ફોન કરાયા બાદ કામગીરી કરવામાં આવતી નથી. તેમ રામનાથપરા સિદ્દીક મહેલ બિલ્ડીંગના રહીશ કિશોરભાઇ છતલાણીએ અંતમાં જણાવ્યું છે.

(4:14 pm IST)