Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કરણ પાર્કમાં પાઇપલાઇનના કામનું ખાતમુર્હુત

 વોર્ડ નં. ૮માં કરણ પાર્ક ખાતે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાના કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ ના હસ્તે તેમજ વોર્ડ નં. ૮ના ભાજપના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, કોર્પોરેટર રાજુ અધેરા, જાગૃતિબેન ઘાડીયા, વિજયા બેન વાછાણી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમ્યાન પાણી ભરાઇ જવાની સમસ્યાઓથી આ વિસ્તારને મુકિત મળશેે. આ પ્રસંગે કીરણબેન માંકડીયા, જયોતિબેન લાખાણી, ભીમજીભાઇ પરસાણા, પૂર્વેશ ભટ્ટ, સમીર ખીરા, દીપાબેન મલકાન, અશ્વીન રાખશીયા, જસ્મીન મકવાણા, હિતેશ દવે, હસમુખસિંહ ગોહિલ,નિલેશ ભટ્ટ, અજય રાઠોડ, ભરતભાઇ રામલીયા,ચંદુભાઇ કાલરીયા, ગીરીશ રાઠોડ, તેજશ જોષી, દિલસુખ રાઠોડ, જી.જે. મકવાણા, કેશુભાઇ ઢોલરીયા, હરીભાઇ મેવાણી, રઘુભાઇ સોરીઠીયા, દિનેશભાઇ સાવલીયા, દિનેશભાઇ સાવલીયા, નિતીનભાઇ પરસાણા, પ્રવિણભાઇ ખુંટ, નાગજીભાઇ લક્કડ, મોૈલીકભાઇ, અશોકભાઇ જાદવ સહિત ભાજપના આગેવાનો તેમજ સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)