Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હેબીટ - ટેવ માનવીને સફળતા અપાવી શકે

પ્રભાવના ક્ષેત્રને વિકસાવવાની ગુરૂચાવી

હેબીટ - એટલે કે ટેવ, કયારે પડે, જયારે એક જ ક્રિયાનું અનેકવાર પુનરાવર્તન થતું હોય ત્યારે એવી કઇ હેબીટ ટેવ છે જેને લીધે માનવી સફળ થઇ શકે છે.

હેબીટ - ટેવ એટલે જયાં જ્ઞાન, આવડત અને ઇચ્છા મળે તે - જ્ઞાન એટલે શું કરવુ અને શા માટે કરવું તે - આવડત એટલે કેવી રીતે એ કરવું તે - અને ઇચ્છા એ કાર્ય કરવાની વૃતિ.

મતલબ કે આ ત્રણે જો મળે તો યોગ્ય કાર્ય પુર્ણ કરવાની ટેવ પડે.

પહેલી હેબીટ છે - પ્રોએકટીવ થવાની, એનો અર્થ સામે ચાલીને કોઇ કાર્ય શરૂ કરવું અને પુરૂ કરવું તે.

બે ક્ષેત્રની વાત કરીએ તો એક ક્ષેત્ર આપણી ચિંતાઓનું ક્ષેત્ર વિષે વધુ સજાગ હોઇએ. આપણા બાળકો, આપણું સ્વાસ્થ્ય, પહેરવેશ વગેરેથી માંડીને દેશ સંસ્કૃતિ વગેરે આપણી ચિંતાઓના ક્ષેત્રમાં રહે છે.

આવું બીજું હોય છે, આપણા પ્રભાવનું સામાન્ય રીતે આપણી ચિંતાનું ક્ષેત્ર મોટુ હોય ને પ્રભાવનું નાનું. સામાન્ય માનવી આ ચિંતાના ક્ષેત્રમાં જ રચ્યો પચ્યો રહે છે. જયારે કાબેલ, સફળ વ્યકિત પોતાના પ્રભાવનાક્ષેત્રને વધારવા મથતો હોય છે.

બીજી ટેવ છે - અંતને ધ્યાનમાં રાખી, શરૂ કરો, આપણા કર્મની ફીલસુફીમાં અંતની ચિંતા નહી રાખવાની વિચારણા થઇ છે.

દરેક ક્રિયા - વસ્તુ બે વાર જન્મે છે. એક તો માનવીના મનમાં અને બીજીવાર ક્રિયારૂપે પહેલી ઠેવ આપણને સર્જક બનાવે છે. બીજી ટેવ આપણા સર્જનને જન્માવે છે.

મીશન સ્ટેટમેન્ટ - એટલે ધ્યેય પ્રાપ્ત કરવા માટેના નિયમો ! તમે જો જીતો તો જ અમે સફળ થઇએ. વધુ સારી જિંદગી માટે, વાધુ સારી રીતે આ બધા મિશન સ્ટેટમેન્ટ અલબત્ત કંપનીઓ માટે છે.

ત્રીજી ટેવ આ બંને પર નિર્ભર છે - એ છે જે મહત્વની વાત છે. સૌથી પ્રથમ કરવા જેવી છે. સૌથી પહેલા કરવી તે ટાઇમ મેનેજમેન્ટ, સામાન્ય રીતે આપણે નાની નાની ઓછી મહત્વની વસ્તુઓ પહેલા પતાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. જયારે મોટી મહત્વની વાત ટાળીએ છીએ. પેલું ખાસ કરવા જેવું કામ પતાવો અને બીજા દસ વીસ નાના સામાન્ય કામો પછી થી કરો અને પછી જો એ પુરા ન થાય તો ય કશું નુકશાન થવાનંુ નથી, બધા જ કાર્યો કેટલા ઉતાવળે કરવાના છે અને કેટલા મહત્વના છે એ વિભાગોમાં વહેચી દેવા જોઇએ અને પછી મન ખુબ જ મહત્વના જલ્દી કરવાના કાર્યમાં લાગી જવું જોઇએ.

આ ત્રણ હેબીટ 'થીંક વન, વીન' આજે મેનેજરોનો માનીતો મંત્ર છે વીન વીન એટલે કે બધી રીતે વિચારીને પગલંુ લો કે બધાને લાભ થાય. બહુજન સુખાય ..! જયારે આપણે બીજા સાથે કામ કરીએ છીએ ત્યારે આવી છ પરિસ્થિતિઓ પેદા થાય છે. જીત, હાર, જીત-જીત, હાર-જીત, હાર-હાર, જીત અને અકર્મ !

જીવનમાં ખાસ કરીને બીઝનેસમાં તો બીજા સાથે કામ કરવાના પ્રસંગો દર ઘડીએ આવતા હોય ત્યારે જો આપણે આપણી તેમજ સામેવાળાની બંનેની જીત લાભને વર્તીએ તો સૌથી વધુ ફાયદો થાય.

આમમ વિચારવાની અને વર્તવાની ટેવ એ લાંબે ગાળે ફાયદાકારક થાય છે. જેમ સત્ય બોલવાની, ચોરી ન કરવાની ટેવો લાભ દાયક બને છે તેમ ધંધામાં પણ આપણો લાભ ફકત આપણે જ જોઇએ તો પછી આપણને માલ પુરો પાડનારા અને આપણી પાસે ખરીદનારા દુર થવા માંડે, અને લાંબે ગાળે નુકશાન કર્તા જ થાય.

પમી હેબીટ છે.

પહેલા બીજાને સમજવાનો પ્રયત્ન કરો ને પછી બીજાને સમજાવવાનો પ્રયત્ન કરો. કેટલીકવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે ડોકટરો આપણી ફરિયાદો પૂરતી સાંભળ્યા વગર જ દવા લખી આપે છે. બરાબર પ્રશ્નો વાંચ્યા વગર વિદ્યાર્થી જવાબ લખી આપે છે. આપણા ઘરમાં ખાસ કરીને કિશોર વયના બાળકો સાથે આપણો સંવાદ ઓછો હોય છે ને વિસંવાદ વધુ પણ બીજાને સાંભળોને સમજો તો અડધા પ્રશ્નો હલ થઇ જશે. એમ કરવાથી તમે ન કરવાના કાર્ય કરીને તમારા ને બીજાના સમય અને શકિત નહી વેડફો.

બીજાઓની જરૂરિયાત જાણવી એ પ્રથમ પગલું છે જો તમે જાણો જ નહી કે એમના મનમાં શું છે તો એમને યોગ્ય જણાવી જ કેવી રીતે શકો કે તમારા મનમાં શું છે. બીજાને સમજવું એ આપણા પ્રભાવનાક્ષેત્રને વિકસાવવાની ગુરૂચાવી છે.

સાચી પ્રસંશા લોકપ્રિયતા હાંસલ કરવામાં મદદગાર નીવડે છે. તેમ સામેની વ્યકિતની વાત શાંતિપુર્વક સાંભળવા પણ લોકો તેમને ચાહવા લાગશે. લેવા કરતા આપવાની વૃતિ રાખવી, માંદા અશકત નિરાધાર લોકોની બદલાની અપેક્ષા રાખ્યા વિના કામ કરી આપવા. સૌ સાથે હળીમળીને ચાલવું, ગુસ્સાથી દૂર રહેવું. હંમેશા મુખ પર સ્મીત રમતું રાખવું એ પણ લોકપ્રિય બનવાની ચાવી છે.

- દીપક એન.ભટ્ટ

(4:03 pm IST)