Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

લેબર કોર્ટના વકીલો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો

લેબર જજ પરમારની નીતિરીતિ સામે વકીલો દ્વારા લડતના મંડાણઃ ઉચ્ચકક્ષાએ રજૂઆત છતા નિવેડો નહિ આવતા ધરણા યોજાયા

લેબર બારના વકીલો દ્વારા સુત્રોચ્ચાર : ધરણાનો કાર્યક્રમ યોજાયો... :રાજકોટ : લેબર વકીલ મંડળ દ્વારા આજે જજની કાર્યશૈલી અને નીતિરીતિના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રસ્તુત તસ્વીરમાં લેબર બારના વકીલો ગીરીષભાઇ ભટ્ટ, જી.આર. ઠાકર, રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ, બકુલભાઇ રાજાણી, પિયુષભાઇ શાહ , બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, વિગેરે વકીલો સુત્રોચ્ચાર સાથે ધરણા ઉપર બેસેલા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૩ : રાજકોટ મજુર અદાલતના ન્યાયાધીશ બી.ડી. પરમારની નીતિરીતિના વિરોધમાં આજે લેબર બારના વકીલો દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

લેબર બાર એસો.ની યાદીમાં જણાવ્યા પ્રમાણે અગાઉ પણ તેઓ વિરૂદ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે જેના સંદર્ભે વાટાઘાટ કરવામાં આવેલ પણ કોઇ ઉકેલ નહિ આવતા વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પણ કર્યો હતો.

લેબર બાર દ્વારા વકીલોનેથતી હેરાનગતિ તેમજ ન્યાયાધીશ શ્રી પરમારની કાર્યવાહી સુધારો નહિ થતાં આજે લેબર બારના વકીલો દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

લેબર બાર એસો.ના જણાવ્યા પ્રમાણે અગાઉ શ્રી પરમાર આણંદ ખાતે હતાં ત્યારે તેમની સામેની ફરીયાદના કારણે પ્રીન્સીપલ ડસ્ટ્રીકટ જજ દ્વારા તેમની પાસેથી ક્રિમીનલ કેઇસના પાવર્સ લઇ લેવામાં આવેલ. ભૂતકાળમાં રાજકોટ ખાતે તેઓશ્રી ટ્રાફીક કોર્ટમાં હતાં ત્યારે સીનીયર એડવોકેટો સાથેના તેમના વર્તનના વિરૂદ્ધમાં હડતાળ પડેલ તેવું પણ જાણવા મળેલ છે.

ઉપરોકત બાબતે બાર એસોસીએશન દ્વારા અવાર-નવાર રજૂઆતો થયેલ અને પ્રમુખરીએ આ બાબતે જરૂરી સૂચનાઓ આપેલ છતા કોઇ નીવેડો ન આવતા ન છૂટકે એસોસીએશન દ્વારા આવો નિર્ણય લેવો પડેલ છે. આજ રોજ એસોસીએશન દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં જનરલ સેક્રેટરીશ્રી અશોક ગોસાઇની આગેવાની હેઠળ સીનીયર વકીલો દિલીપભાઇ પટેલ (બાર કાઉન્સીલ ઓફ ગુજરાત), દિલીપભાઇ ઠાકર, ગીરીશભાઇ ભટ્ટ, જી.આર. ઠાકર, યોગેશ રાજયગુરૂ, મુકેશ તન્ના, વી.ડી. મહેતા, જે.સી. દોશી, અમીત માંકડ, ડી.સી. જોષી, પરાગ વોરા, વિજય ટીંબડીયા, અભય શાહ, સુનિલ વાઢેર, જયેશ યાદવ, નિપુણ વસાવડા, ભુષણ વચ્છરાજાની તેમજ સુષ્માબેન વચ્છરાજાની વગેરેએ ભાગ લીધેલ હતો.

(4:00 pm IST)