Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રેસકોર્ષના ઓપન એર થિએટર પાસે બેઠેલા એડવોકેટને અજાણ્યા શખ્સે છરી ઝીંકી દીધી

છોકરી સાથે આવેલા શખ્સે 'અહિથી ચાલ્યો જા' કહી ગાળો દઇ હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર પુનિતનગર-૧માં રહેતાં એડવોકેટ જીનીયસકુમાર જીવાજી સુવેરા (ઉ.૩૫) સાંજે પોણા આઠેક વાગ્યે રેસકોર્ષમાં ઓપન એર થિએટરની બાજુમાં ખુલ્લી જગ્યામાં બેઠા હોઇ અજાણ્યા સ્ત્રી અને પુરૂષે આવી  'અહિથી ચાલ્તો જા' તેમ કહી ગાળો દઇ પુરૂષે છરીથી હાથ-પગમાં ઇજા કરતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પી.એસ.આઇ. બી. પી. વેગડાએ હોસ્પિટલે પહોંચી જીનીયસકુમારની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં વકિલે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. રવિવારે સાંજે સાડા સાતેક વાગ્યે ઘરેથી મારું એકટીવા લઇને રેસકોર્ષ આંટો મારવા નીકળ્યો હતો અને ઓપન એર થિએટરની બાજુમાં બેઠો હતો. પોણા આઠેક વાગ્યે એક પુરૂષ અને સ્ત્રી આવ્યા હતાં. પુરૂષે મને કહેલ કે અહિથી ચાલ્યો જા. આથી મેં તેને કહેલ કે હું અહિ બેઠો છું તો તને શું તકલીફ છે? આમ કહેતાં તે ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળો દઇ પોતાની પાસેથી છરી કાઢી મરા જમણા હાથના કાંડામાં અને જમણા સાથળે ઇજા કરી હતી. બાદમાં બંને ભાગી ગયા હતાં.

મારા મિત્રને મેં જાણ કરતાં તે આવ્યા હતાં અને મને દવાખાને લઇ ગયા હતાં.  પોલીસે ફરિયાદ પરથી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૯) 

(1:19 pm IST)